પેટલાદના પંડોળીમાં સમૂહ લગ્નમાં કેમ પડ્યો દરોડો? - At This Time

પેટલાદના પંડોળીમાં સમૂહ લગ્નમાં કેમ પડ્યો દરોડો?


પેટલાદના પંડોળીમાં સમૂહ લગ્નમાં દરોડો ,18 બાળ લગ્ન અટકાવાયા

28 યુગલોના લગ્ન યોજાવાના હતા, આણંદ સમાજ સુરક્ષાની ટીમ પહોંચી

સમૂહ લગ્નના આયોજકો પાસેથી સોગંદનામું લેવાયંુ, ફરી ભૂલ ન કરવા ચેતવણી અપાઇ

પેટલાદના પંડોળીમાં ગુરૂવારે સવારે યોજાનારા સમૂહ લગ્ન અગાઉ જ તંત્ર સફાળું જાગ્યું હતું અને તે પહેલાં જ દરોડો પાડીને કુલ 18 બાળ લગ્ન અટકાવ્યા હતા. નોંધનીય છે કે, કુલ 28 યુગલો લગ્ન કરવાના હતા. જોકે, હાલમાં તંત્ર દ્વારા બાળલગ્ન ન કરવાનું સોગંદનામું કરાવી ચતવણી અપાઇ હતી.

આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પંડોળી સ્થિત બળીયાદેવ મંદિર દ્વારા સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, સમાજ સુરક્ષા અધિકારીને આ લગ્નોત્સવમાં કેટલાંક બાળકોના પણ લગ્ન કરવાના હોવાની બાતમી મળી હતી.

જેને પગલે ટીમ દ્વારા બુધવારે દરોડો પાડી જરૂરી ડોક્યુમેન્ટસની ચકાસણ કરતા 28 યુગલો પૈકી 18 યુગલો એવા મળી આવ્યા હતા કે જેઓની કાયદેસર લગ્નની ઉંમર કરતાં તેઓ નાના હતા. કાયદા પ્રમાણે યુવતીની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ છે.

પરંતુ મળી આવેલા 18 યુગલોની ઉંમર નાની હતી. જેને કારણે સમૂહ લગ્નનું આયોજન કરનારા સંચાલકોને ચીમકી ઉચ્ચારી તેમની પાસેથી તંત્ર દ્વારા સોગંદનામું લખાવડાવ્યું હતું અને આ પ્રકારની ગંભીર ભૂલ ન કરવા અને જો થશે તો કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

9409516488


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.