અમદાવાદ ડિવિઝન ના સાબરમતી રેલ્વે પોલીસ ( G.R.P) ની પ્રસંશનીય કામગીરી. - At This Time

અમદાવાદ ડિવિઝન ના સાબરમતી રેલ્વે પોલીસ ( G.R.P) ની પ્રસંશનીય કામગીરી.


ખાજેકલા પોલીસ સ્ટેશન પટના, બિહાર ખાતે અપહરણ કેસના ભોગ બનનાર કિશોરી અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને શોધી કાઢતી સાબરમતી રેલ્વે પોલીસ,

મા.પરીક્ષિતા રાઠોડ., I/C અધિક પોલીસ મહાનિર્દેશક, રેલ્વેઝ, ગુ.રા.,અમદાવાદ તથા મા.બલરામ મીણા, પોલીસ અધિક્ષક, પ.રે.અમદાવાદ તથા મા.સી.પી.મુંધવા, વિ.પો. અધિ.પ.રે.અમદાવાદ તથા સાબરમતી રે.પો.સ્ટે.ના પો.ઈન્સ.જે.આર.દેસાઈ નાઓની જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ શી-ટીમ તથા સર્વેલન્સ સ્કોડના પોલીસ માણસો સાબરમતી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આશ્રમ એક્સ. ટ્રેનના આગળના જનરલ કોચમાંથી કિશોરી અને કિશોર મળી આવેલ તેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી વિગતે બંને ની પૂછપરછ કરતા તા.૦૯ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ બિહારના પટના શહેર ખાતેથી કિશોરી તથા કિશોર પ્રેમસબંધ ના કારણે ઘરેથી કોઇને જાણ કર્યા વગર નીકળી ગયેલ હતા ની હકીકત જણાવેલ,

સદરી બંને બાળકોના માતા-પિતા સાથે અત્રેથી સંપર્ક કરતા કિશોરીના પિતા એ ખાજેકલા પોલીસ સ્ટેશન, પટના, બિહાર ખાતે Cr.No. ૫૧૧૭૦૪૩૨૪૦૪૨૫/b૨૦૨૪, બી.એન.એસ. કલમ ૧૩૭, ૯૬ મુજબની તા.૧૧/૧૦/૨૦૨૪ ના રોજ અપહરણની ફરીયાદ નોંધાવેલ છે જે ગુના ની તપાસ કરતા ત.ક.અ.પોલીસ સબ ઈન્સ.શંભુકુમાર નાઓને સંપર્ક કરતા તેઓ તથા પોલીસ સ્ટાફ સાથે સદરી ભોગ બનનાર કિશોરી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ગુના ના કામે લેવા આવતા સોંપવામાં આવેલ છે.

પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

(૧) પો.ઈન્સ.જે.આર.દેસાઈ

(૨) પો.હેકો.કિરણસિંહ રમેશજી બ.નં-૩૭૫

(૩) પો.હેકો.કિશોરભાઈ બાબુભાઈ બ.નં-૧૮૯

(૪) પો.કો.કનૈયાલાલ સોમાભાઈ બ.નં.૧૧૪૪

(૫) વુ.પો.કો.કાશ્મીરાબેન દોલજીભાઇ બ.નં-૯૪૦

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.