૧૦૬-ગઢડા મતદાર વિભાગ માટે ૩૦૭ મતદાન મથકો કાર્યરત કરવા ઈ.વી.એમ. સોંપવાની કામગીરી સંપન્ન:૧૫૩૫ પોલીંગ સ્ટાફ ફરજ પર તૈનાત
આજે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી યોજાશે
આવતીકાલે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે. ત્યારે ગઢડા મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં મતદાન મથકો કાર્યરત કરવા માટે અધિકારીઓને ઇવીએમ સહિતનું સાહિત્ય સોંપવામાં આવ્યું હતું. તેમજ ચૂંટણી માટે ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓને મતદાન મથકોએ મોકલવામાં આવ્યા હતા. જેમાં ૧૦૬-ગઢડા મતવિસ્તાર માટે ૩૦૭ મતદાન મથકો કાર્યરત કરવા ઇ.વી.એમ. સોંપવાની કામગીરી સંપન્ન કરવામાં આવી છે તેમજ ૧૫૩૫ જેટલાં પોલીંગ સ્ટાફ ફરજ પર તૈનાત છે. આ ઉપરાંત ૧૫૦ જેટલાં ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓને રિઝર્વ પણ રાખવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં વધુમાં વધુ મતદારો લોકશાહીના મહાપર્વમાં જોડાઇને મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સખી, દિવ્યાંગ, યુથ, મોડેલ અને ઇકોફ્રેન્ડલી મતદાન મથકો કાર્યરત કરવામાં આવ્યાં છે. ૮૦ વર્ષથી વધુ વયના મતદારો તેમજ પી.ડબ્લ્યૂ.ડી મતદારો માટે ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી છે. જરૂરિયાતમંદો કંટ્રોલ રૂમ નંબર (02849) 271323 પર જાણ કરીને વાહન વ્યવહાર, વ્હીલ ચેર સહિતની સેવાઓ માટે મદદ માંગી શકે છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.