વિસાવદર કોર્ટે પી. જી.વી.સી.એલ.ની લેણી રકમની દરખાસ્તમાં મિલકત જપ્તી કરવા કલેકટરને આદેશ
વિસાવદર કોર્ટે પી. જી.વી.સી.એલ.ની લેણી રકમની દરખાસ્તમાં મિલકત જપ્તી કરવા કલેકટરને આદેશ
વિસાવદર સિવિલ કોર્ટમાં ચાલતી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની દરખારત ગુજરનાર બાધાભાઈ વિરાભાઈ વાળાના વારસો (૧) જનુબેન બાધાભાઈ વાળા વાઈફ ઓફ સુરેશભાઈ કનુભાઈ વાંક રે.ખારચિયા (૨) હિરકુબેન બાધાભાઈ વાળા તે મગળુભાઈ જીજુભાઈ જેબલિયાના પત્ની રહે. વડાળા શૈત્રુંજ તથા (૩) ફઇબાબેન બાધાભાઈ વાળા તે બાપલુભાઈ બીચ્છુભાઈ જેબલિયાના પત્ની રહે. વડાળા શૈત્રુંજ તથા (૪) જયરાજભાઈ હરસુરભાઈ વાળા તથા (૫) ખોડુભાઈ હરસુરભાઈ વાળા રહે.બન્ને ઇશ્વરીયા ગીર વાળા સામે ચાલતી હોય તે દરખાસ્તમાં પ્રતિવાદી ગુજરનાર બાધાભાઈ વિરાભાઈ વાળાના વારસો દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની દરખારતમાં કોર્ટનો હુકમ હોવાછતાં રકમ જમા નહિ કરાવતા પશ્ચિમ ગુજરાત વીજ કંપની વિસાવદર સબ ડિવિઝન નંબર (૨)ના અધિકારી કમલ અખેણીયા દ્વારા તેમની એટલે કે પ્રતિવાદી ની ખેતીની જમીનના રેવન્યુ રેકર્ડની નકલો રજુ કરી આ મિલકત ઉપરથી રકમ વસુલ અપાવવા વિસાવદર કોર્ટમાં રે.દિ.દરખાસ્ત નંબર ૨૯/૨૩થી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના એડવોકેટ નયનભાઈ જોશી મારફતે અરજી કરી રજુઆત કરતા અને ખેતીની જમીનના રેવન્યુ રેકર્ડની નકલો કોર્ટમાં રજૂ કરતા કોર્ટ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના એડવોકેટ નયનભાઈ જોશીની દલીલો દયાને લઈ પ્રતિવાદીની વિસાવદર તાલુકામાં આવેલ ખેતીની જમીનની જપ્તી કરી રકમ વસુલ કરવા જિલ્લા કલેકટરને આદેશ કરતા ખળભળાટ મચી ગયેલ છે અને ૩૦દિવસમાં રકમ વસુલ નહિ આપે તો કલેકટર દ્વારા ખેતીની જમીનની જપ્તી કરી રકમ વસુલ કરવા જુનાગઢ કલેકટર ને આદેશ કરેલો છે.અનેપ્રતિવાદીઓની સ્થાવર જંગમ મિલ્કતોની જપ્તી કરી ૩૦ દિવસમાં હુકમનામા મુજબની લેણી રકમ વસુલ લેવા કલેકટર-જુનાગઢ ને આદેશ કરતા પી.જી. વી.સી.એલ.કંપનીની રકમ નહિ ભરતા લોકોમાં ફફડાટ મચી ગયેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.