ગીરગઢડાના ૧૩ અને સુત્રાપાડાના ૩૭ ટી.બીના દર્દીઓને સારવારના ૬ મહિના સુધીની નિક્ષય પોષણ કીટ અપાઈ*
*ગીરગઢડાના ૧૩ અને સુત્રાપાડાના ૩૭ ટી.બીના દર્દીઓને સારવારના ૬ મહિના સુધીની નિક્ષય પોષણ કીટ અપાઈ*
-----------
*જિલ્લામાંથી ટી.બી. નાબૂદ થાય એ માટે સહિયારા પ્રયત્નો કરવા કલેકટરશ્રીની અપીલ*
-----------
*ગીર સોમનાથ, તા.૨૩:* ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાને ટી.બી.મુક્ત બનાવવા માટે જિલ્લા કલેક્ટર શ્રી ડી.ડી.જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરાહનિય કાર્ય કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શનમાં નિક્ષય મિત્ર અંતર્ગત જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતેથી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી બી.જે.મોદીએ ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ગીર સોમનાથ ડૉ. શિતલ રામને ગીરગઢડા અને સુત્રાપાડાના કુલ ૫૦ ટીબીના દર્દીઓને સારવારના ૬ મહિના સુધીની નિક્ષય પોષણ કીટ અપાઈ હતી. ઉપરાંત કલેકટરશ્રીએ જિલ્લામાંથી ટી.બી. નાબૂદ થાય એ માટે સહિયારા પ્રયત્નો કરવા અપીલ કરી હતી.
નિક્ષય મિત્ર જથ્થાબંધ અનાજ કરિયાણા વેપારી મંડળ વખારિયા બજારના સૌજન્યથી ૨૦, આદિનાથ બિલ્ડકોન પેઢી કોડિનાર તરફથી ૧૦, પેટ્રોલિયમ એસોસિએશન ગીર સોમનાથની ૧૦ અને ગીર સોમનાથ એલ.પી.જી ગેસ ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશનના સૌજન્યથી ૧૦ એમ કુલ મળી ગીરગઢડા તાલુકાના ૧૩ અને સુત્રાપાડાના ૩૭ જેટલા ટી.બી.ના દર્દીઓને ૫૦ નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે, જે લોકો ટી.બી.(ક્ષય)થી પીડાય છે તેવા લોકોને મદદ કરવા માટે નિક્ષય મિત્ર યોજના કાર્યરત છે. દર્દીને મદદરૂપ બનવા માટે જે લોકો આગળ આવે તેમને નિક્ષય મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ નિક્ષય મિત્ર ક્ષયના દર્દીઓને રાશન કીટ આપે છે. જેથી પોષણમાં સુધારો આવે અને તેઓ ક્ષયથી મુક્ત બને.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.