મારા છેલ્લા રામ રામ…પિતરાઈને કોલ કરી મવડીના કારખાનેદારનો આપઘાત
રાજકોટના મવડી પ્લોટમાં આવેલા વિનાયક નગરમાં રહેતા કારખાનેદારે ગઈકાલે રાત્રિના સમયે પોતાના નવલનગરમાં આવેલા કારખાનામાં જઈ છતના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોખ છવાયો છે.આ મામલે માલવીયા પોલીસે કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ,મવડી પ્લોટમાં આવેલા વિનાયક નગરમાં રહેતા અને નવલનગરમાં બફનું કારખાનું ધરાવતા મયુરભાઈ પ્રવીણભાઈ પરમાર (ઉ.વ.39)એ પોતાના કારખાનામાં જ છતના હુકમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લેતા તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મયુરભાઈને સંતાનમાં એક દીકરી છે.તેઓ એક બહેનના એકના એક ભાઈ હતા. પરિવારે જણાવ્યું હતું કે, મામાના દીકરાના પુત્ર ના ગઈકાલે લગ્ન હતા ત્યાં તેઓ હાજર હતા ત્યારબાદ સાંજના સમયે તેઓ કામથી બહાર જાઉં છું
તેમ કહી ગયા બાદ મામાના પુત્ર જયરાજને કોલ કરી કહ્યું હતું કે,મારા છેલ્લા રામ રામ..ત્યારબાદ તેમના પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી અને બાદમાં તેઓ કારખાને જઈ તપાસ કરતા મયુરભાઈનો મૃત્યુદેહ ત્યાં લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.તેમજ માલવિયાનગર પોલીસ મથક અને 108 માં જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને મૃતદેહને ઉતારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મયુરભાઈના આપઘાત પાછળ આર્થિક ભીંસ છે કે બીજું કાંઈ?એ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.