સરદારનગરમાં મસમોટો ભુવો પડતાં તંત્ર દોડતું થયું - At This Time

સરદારનગરમાં મસમોટો ભુવો પડતાં તંત્ર દોડતું થયું


        અમદાવાદ,શુક્રવાર,26 ઓગસ્ટ,2022

અમદાવાદમાં આ વર્ષે દસ જુલાઈથી શરુ થયેલા વરસાદે હાલ વિરામ
લીધો છે.આમ છતાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં ભુવા પડવાનો ક્રમ યથાવત જોવા મળી
રહયો છે.આ વર્ષમાં શહેરમાં બનાવવામાં આવેલ એક પણ રોડ તુટયો નથી.આ વર્ષે શહેરના
મધ્યઝોનમાં ૧૪ સ્થળોએ પશ્ચિમ ઝોનમાં ૨૬ સ્થળોએ, ઉત્તરઝોનમાં ત્રણ સ્થળે, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં દસ સ્થળે,દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં
૧૧ સ્થળે જયારે પૂર્વ ઝોનમાં ૧૪ સ્થળે મળી કુલ ૮૩ સ્થળે ભુવા પડવાની ઘટના બની
છે.દરમિયાન શુક્રવારે શહેરના ઉત્તરઝોનના સરદારનગર વોર્ડમાં આવેલ પ્રેમ પ્રકાશ
આશ્રમ પાસે , કોતરપુર
વોટર વર્કસ પાસે મસમોટો ભુવો પડતા ઉત્તરઝોનમાં અત્યારસુધીના સમયમાં આ ચોથો ભુવો પડવા
પામ્યો છે.આ અંગે ઉત્તરઝોનના એડીશનલ સીટી ઈજનેર હીમાંશુ મહેતાની મળેલી પ્રતિક્રીયા
મુજબ,ભુવાની
આસપાસ પ્રોટેકશન કરવામાં આવ્યુ છે.ટૂંક સમયમાં તેના સમારકામની કામગીરી હાથ ધરવામાં
આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.