નદી વિસ્તાર કે જાહેર રસ્તાની ઉપર કચરો ફેકતા પકડાયેલા કેટલાંક ઇસમો પાસેથી વહિવટી ચાર્જ વસુલ કરાયોં
નદી વિસ્તાર કે જાહેર રસ્તાની ઉપર કચરો ફેકતા પકડાયેલા કેટલાંક ઇસમો પાસેથી વહિવટી ચાર્જ વસુલ કરાયોં
આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ શહેરી વિસ્તારોમાં સફાઈની કામગીરી પુરજોશમાં
આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે બોટાદ શહેરના મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.૧ થી ૧૧ માં વોર્ડ વાઇઝ તેમજ બોટાદ શહેરમાં પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતીની સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.
બોટાદ શહેરમાંથી પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈ થયા બાદ નદી વિસ્તારમાં કચરો નાંખવો નહી અને જાહેર રસ્તાની સફાઈ થયા બાદ કચરો ફેકવો નહી તેવી બોટાદ નગરપાલિકા દ્વારા બોટાદ શહેરના નાગરિકોને જાહેર અપીલ કરી છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, બોટાદ નગરપાલિકાના,સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા નાઇટ ડ્રાઇવ કરી કચરો ફેકનાર કે ગંદકી કરનાર ઇસમો સામે દંડનીય કાર્યવાહી કે પોલીસ ફરિયાદ કરવામં આવી રહી છે જે અંગેની ડ્રાઇવ દરમિયાન મકાભાઇ ચા વાળા, ભૈરવનાથ આઇસક્રીમ, હસમુખભાઇ જીણાભાઇ, રાજ રાજેશ્વરી આઇસક્રીમ, એજાજભાઇ અયુબભાઇ, રાજુભાઇ ઢોસાવાળા અને બદ્રી પાંઉભાજી વાળા પકડાયેલા કેટલાંક ઇસમો પાસેથી કચરો ફેકવા પેટે વહિવટી ચાર્જ વસુલ લેવામાં આવ્યો છે તેમ, નગરપાલિકાના ચીફ ઓફિસર,બોટાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.