ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીમાં એકલવ્યના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું
ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીમાં એકલવ્યના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ કાર્યરત છે. જેમાં આજુબાજુના વિસ્તારોમાંથી ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા,CET પરીક્ષા,N.M.M.S પરીક્ષા તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરાવવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી - મોરા - સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા તાલીમ વર્ગ ખાતે એકલવ્ય પ્રવેશ પરીક્ષાની તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને નવા અભ્યાસક્રમ પ્રમાણે પુસ્તકોમાંથી તૈયારી કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને એકલવ્ય પ્રવેશ પરીક્ષામાં સો ટકા સફળતા મેળવવા માટે પ્રયત્ન કરવા જણાવ્યું હતું.. આમ સંજેલી એકલવ્ય તાલીમ વર્ગ ખાતે દિલીપ સર દ્વારા, મોરા એકલવ્ય તાલીમ વર્ગ ખાતે અશ્વિનભાઈ સંગાડા અને સુખસર એકલવ્ય તાલીમ વર્ગ ખાતે રાજુભાઈ મકવાણા દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્યના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.. સાથે દિલીપકુમાર એચ. મકવાણાએ જણાવ્યું હતું કે આજુબાજુના વિસ્તારમાં કોઈ અનાથ બાળકો હોય તો અમારા ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી તરફથી વિનામૂલ્યે તાલીમ, જરૂરી મટીરીયલ અને પુસ્તકો આપવામાં આવશે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.