હર ઘર તિરંગા: ગાંધીનગર જિલ્લાના 48000 ઘર પર તિરંગા લગાવાશે - At This Time

હર ઘર તિરંગા: ગાંધીનગર જિલ્લાના 48000 ઘર પર તિરંગા લગાવાશે


દેશની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગાનો કાર્યક્રમ યોજવામાં આવશે. હર ઘર તિરંગા અંતર્ગત સરકારી અને ખાનગી કચેરીઓ, વેપારી ગૃહો, ઉદ્યોગ, ઘર અને દુકાનો સહિતની જગ્યાએ રાષ્ટ્રધ્વજ સન્માન સાથે તારીખ 13મીથી તારીખ 15મી, ઓગસ્ટ દરમિયાન લહેરાવવામાં આવશેઓફિસ, દુકાન, ગ્રામ પંચાયત, ડેરી સહિતના સ્થળો ઉપર તિરંગા લહેરાવાશે જિલ્લાના 48000 ઘર, ઓફિસ, દુકાન, ગ્રામ પંચાયત, ડેરી સહિતના સ્થળો ઉપર હર ઘર તિરંગા યોજના અંતર્ગત તિરંગા લહેરાવવામાં આવશે. જોકે તિરંગાનું વિતરણ માટે નવ ઝોનમાં એજન્સી દ્વારા કરવામાં આવશે. ધ્વજનું વિતરણ ગ્રામ પંચાયતને કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.જોકે જિલ્લાના 48000 જગ્યાઓ ઉપર તિરંગો લહેરાવવામાં આવનાર છે. તિરંગાની વહેંચણીની કામગીરી ગ્રામ પંચાયત કચેરી, સસ્તા અનાજની દુકાનો, સહકારી મંડળીઓ, પ્રાથમિક શાળા ઉપરથી ધ્વજ વિતરણ અને વેચાણ કરવામાં આવશે.હર ઘર તિરંગા યોજનાની લોકોમાં જાગૃત્તતા આવે તે માટે ગામમાં ફરજ બજાવતા સરકારી કે અર્ધ સરકારી કર્મચારીઓ જેમ કે તલાટી, શિક્ષક, હેલ્થવર્કર, ગ્રામસેવક, આંગણવાડી કાર્યકર અને આશાવર્કરો દ્વારા જાગૃત્તતાની કામગીરી કરવાની રહેશે. હર ઘર તિરંગા યોજના અંતર્ગત જિલ્લાના ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવ અનુસંધાને આ અભિયાન છેડવામાં આવ્યું છે.ગ્રામ પંચાયત, સસ્તા અનાજની દુકાન સહિતના સ્થળેથી ધ્વજ વિતરણ કરાશે.રાજ્ય સરકાર દ્વારા હર ઘર તિરંગા યોજના અંતર્ગત જિલ્લામાં 48000 જગ્યાઓમાં તિરંગા લહેરાવવાનું લક્ષાંક આપ્યું છે. પરંતુ તેમાં 33600 નંગ તિરંગાની સાઇજ 20 બાય 30 ઇંચના હશે. જ્યારે 16 બાય 24 ઇંચના 14400 તિરંગા જિલ્લાને ફાળવવામાં આવનાર છે. જોકે સ્થળના આધારે નાના મોટા તિરંગાનું વિતરણ અને વેચાણ કરવામાં આવશે. ગ્રામસભા યોજીને ગ્રામજનોને સંકલ્પ લેવડાવવામાં આવશેહર ઘર તિરંગા યોજના અંતર્ગત ગ્રામજનોને પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ કેમ લહેરાવવો જોઇએ તે અંગે લોકોને જાણકારી આપવા માટે આગામી તારીખ 10મી, ઓગસ્ટ સુધીમાં ગ્રામસભા યોજીને ગ્રામજનોને સંકલ્પ લેવડાવવાના રહેશે.દરેક ગામમાં પ્રભાતફેરી કાઢવામાં આવશેહર ઘર તિરંગા યોજના અંતર્ગત આગામી તારીખ 2જી, ઓગસ્ટથી દરેક ગામમાં પ્રભાતફેરી કાઢવાની રહેશે. તેમાં દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રગીતોનું ગાન કરવાનું રહેશે. ઉપરાંતસોશિયલ મિડિયામાં પ્રચાર પ્રસારની કામગીરી જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને કરવાનો આદેશમાં ઉલ્લેખ કરાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.