ગઢડા શહેર અને તાલુકા કોળી સમાજ આયોજિત તેજસ્વી તાંરલાઓનો નવમો ઈનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો. - At This Time

ગઢડા શહેર અને તાલુકા કોળી સમાજ આયોજિત તેજસ્વી તાંરલાઓનો નવમો ઈનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો.


ગઢડા શહેર અને તાલુકા કોળી સમાજના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કાર્યક્રમમા માન.શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ (પૂવૅ કેબીનેટ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય-રાષ્ટ્રીય અધ્યક્ષ) માંન.શ્રી પરશોતમભાઈ સોલંકી (પૂવૅ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય) સમારંભના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ગઢડા શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન, તેમજ સમાજના સંગઠન,શિક્ષણ, તેમજ સમાજના ઉત્થાન, સમાજના ખોટાં કુ રિવાજ,વિશે માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શા માટે ઇનામ વિતરણ રાખવામાં આવ્યું હતું?

સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, દીકરા તેમજ દીકરીઓને ભણાવે, વિદ્યાર્થીની મહેનતની કદર થાય, સમાજનું ગૌરવ વધે,ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરવા પ્રેરણા મળે,સમાજના કર્મચારીઓની હાજરીમાં સન્માનિત થાય, આગળ અભ્યાસ અંગે માર્ગદર્શન મળે, સમાજમાં સામાજિક અને શૈક્ષણિક ક્રાંતિ નો પ્રોગ્રામ વઘે.

આ કાર્યક્રમમાં વિશેષ આશીર્વચન પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામ વલ્લભ શાસ્ત્રીજી ગઢપુર મંદિર જેવો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવવામાં આવેલ.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે કોળી સમાજના દિવ્યેશભાઈ પરશોતમભાઈ સોલંકી, ભુપતભાઈ ડાભી ગોંડલ,ડો.ગાબુ સાહેબ બોટાદ, રાજેશભાઈ સોલંકી ભાવનગર, કાન્તિભાઈ ચોહાણ,ગઢડા નગરપાલિકા પ્રમુખ શ્રી હષૉબેન સુરેશભાઈ મેર, ગઢડા તાલુકા પ્રમુખશ્રી પ્રવિણભાઇ મેર,પ્રભાતભાઈ યાદવ, ડાયાભાઈ યાદવ, પ્રકાશભાઈ સાંકળિયા, મયુરભાઈ જમોડ, ઈશ્વરભાઈ ભરાડીયા, રમેશભાઈ બાવળીયા, મનસુખભાઈ કાણોત્રા, જેવા કે સમાજના નામી અનામી ધારાસભ્યો, અગ્રણીઓ, ડોક્ટરો ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, નિવૃત્ત કર્મચારી મંડળો, આ સમાજના કાર્યક્રમમા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ સમંગ્ર કાયૅક્રમનુ સંચાલન અને આભાર વ્યક્ત અખિલ ભારતીય કોળી સમાજ ગઢડા શહેર પ્રમુખ શ્રી નરેશભાઈ મકવાણા,ઉપ. પ્રમુખશ્રી હરેશભાઈ સરવૈયા, તથા મંત્રીશ્રી અશોકભાઈ ડેરવાળિયા દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટ.. ચંદ્રકાન્ત સોલંકી ગઢડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon