ઢાંકણીયા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે તેમજ જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત
ઢાંકણીયા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે તેમજ જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત
બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના હસ્તે તેમજ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ(મનરેગા યોજના)અને બોટાદ જિલ્લા પંચાયતના સીડીપી-૦૫ સહયોગથી ૧૭ લાખના ખર્ચે ગ્રામ પંચાયત ઘર કેન્દ્રનું નિર્માણ થશે.ઉપરાંત ગામજનો અને ખેડૂતની લોક રજૂઆતોને ધ્યાને લઇ આ કાર્યક્રમમાં ૧૫ લાખના ખર્ચે કોઝ-વે કમ રસ્તાના કામના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા ઉપરાંત દ્રષ્ટાંતરૂપ આધુનિક ગ્રામ પંચાયત ઘરનું બાંધકામ કરાશે.આ ગ્રામ પંચાયત ઘર તલાટી આવાસ,પંચાયત પદાધિકારી અને અધિકારી માટે કચેરી વ્યવસ્થા,વી.સી.ઇ ઓફીસ અને સભા ખંડની સુવિધા સાથે પીવાના પાણી અને સ્વચ્છતાલક્ષી સગવડતાઓ તેમજ કમ્પાઉન્ડ ગેટની સુવિધાથી સુસજ્જ હશે.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.