રાજકોટમાં મંદિર-દરગાહ સહિત 2108 ધાર્મિક દબાણ દૂર કરશે મનપા
વોર્ડ દીઠ 10ની ગણતરીએ સપ્તાહમાં 180 બાંધકામ પર ફરશે બુલડોઝર
દબાણ દૂર કરવાના સુપ્રીમના નિર્દેશને પગલે રાજ્યના મુખ્ય સચિવનો કાર્યવાહી કરવાનો આદેશ
14 વર્ષ પહેલાં તૈયાર થયેલી યાદી મુજબ કામ કરવાનું ત્યારબાદ કોઇ નવા બન્યા હોય તો તે પણ હટાવવાની જવાબદારી
રાજકોટ મહાનગરપાલિકાએ અચાનક જ ધાર્મિક સ્થાનો પર નોટિસ ચોંટાડીને ગેરકાયદે દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી કરતાં લોકો અચંબિત થયા છે. હજુ તો 10-15 સ્થાનકોમાં નોટિસ લગાવાઈ છે પણ શહેરમાંથી 2108 બાંધકામો દૂર કરવાના છે તેથી રાજકોટ શહેરના ઈતિહાસનું આ સૌથી મોટું ઓપરેશન બનવા જઈ રહ્યું છે. રસ્તા અને જાહેર સ્થળોએ જે પણ ધાર્મિક બાંધકામો મંજૂરી વગરના છે તે ધાર્મિક દબાણોને દૂર કરવા માટેનો કેસ સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી ચાલી રહ્યો છે. આ સંદર્ભે 14 વર્ષ પહેલાં રાજકોટ સહિત દરેક મહાનગરપાલિકાએ જેટલા પણ ધાર્મિક દબાણો છે તેનો સરવે કરીને તેની યાદી કોર્ટમાં આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.