રાજકોટ હરીપર-પાળ પ્રાથમિક શાળામાં મહિલા સુરક્ષા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. - At This Time

રાજકોટ હરીપર-પાળ પ્રાથમિક શાળામાં મહિલા સુરક્ષા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


રાજકોટ શહેર તા.૨૦/૯/૨૦૨૪ ના રોજ શ્રીમતી કે.એસ.એન કણસાગરા મહિલા કોલેજના સમાજકાર્ય વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા હરીપર-પાળ ગામ ખાતે મહિલા સુરક્ષા અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમાજકાર્ય વિભાગના ફિલ્ડ ઓફિસર પ્રો.ભવદીપભાઈ.વી.ત્રિવેદીના માર્ગદર્શન અંતર્ગત વિદ્યાર્થીનીઓ દ્વારા લોધીકા તાલુકાના હરીપર-પાળ ગામમાં ખાતે ૧૮અભયમ દ્વારા હરીપર-પાળ પ્રાથમિક શાળાના બાળકીઓમાં જાગૃતિ અને સુરક્ષાનાં હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામા આવેલું હતું. હાલના વર્તમાન સમયમાં વધતા જતા દુષ્કર્મો તથા મહિલા તસ્કરી જેવી ઘટનાઓ સામે આવી રહી છે. તેથી બાળકીઓ આવી ઘટનાઓનો ભોગ ન બને તે માટે તેઓને સશક્ત બનાવવાનો કાર્યક્રમનો હેતુ રહ્યો છે, જે કાર્યક્રમમાં ૧૮૧ અભયમ્ કાઉન્સેલર વૈશાલીબેન ચૌહાણ દ્વારા અભયમની કામગીરી, કાયદાલક્ષી માહિતી, ગુડ ટચ-બેડ ટચ, બાળકીઓની સલામતી અંગે વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજકાર્ય વિભાગની વિદ્યાર્થીની બહેનો પાંડે શિવાની, જોટાણીયા યોગિતા, શેરુકા અલ્ફિઝા, અંજારા પ્રિયંકા, શેખવા હર્ષા, કોટેચા ખુશી, સખીયા વિશ્વા, ચૌહાણ નેહા, બૌધ્ધિવંશ સંઘમિત્રા, બારડ કિંજલ, ઉત્સાહભેર જોડાયા હતા. શ્રીમતિ કે.એસ.એન કણસાગરા મહિલા કોલેજના સેલ્ફ ફાઇનાન્સ આચાર્ય મનોજભાઈ વ્યાસ અને સમાજકાર્ય વિભાગ અધ્યક્ષ ડો.નેહાબેન ચૌહાણ તેમજ ફિલ્ડ ઓફિસર પ્રો.ભવદીપભાઈ ત્રિવેદી તથા ગ્રામ સરપંચ હરીપર-પાળ ગામમાં મહિલા સરપંચ ભારતીબેન પ્રભાતભાઈ વીરડા પ્રાથમિક શાળાના આચાર્ય વિમલભાઈ આચાર્ય અને શાળાનાં સ્ટાફ દ્વારા સમાજકાર્યના વિદ્યાર્થીનીઓને કાર્યક્રમ બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.