શ્રી સ્વામિનારાયણ મંદિર, માધાપર ( કચ્છ – ભુજ ) શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવે ભવ્ય અન્નકૂટ યોજાયો.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, માધાપર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવે આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિય દાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી ઘનશ્યામ મહારાજને ષોડશોપચારથી પૂજન, અર્ચન, આરતી કરી ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો,
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા માધાપર ખાતે પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીનો સત્સંગ ભક્તિ ડાયરામાં પ.પૂ જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીને "લોક સાહિત્ય સૂર્ય" એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા તેમજ સંગીતકાર શ્રી કીર્તિભાઈ વરસાણીને સંગીતકલા ક્ષેત્રે કરેલ પ્રશંસનીય કામગીરી માટે એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા,
આ પાવનકારી અવસરે પ.પૂ જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધાપરના હરિભક્તોના સમૂહે છેલ્લા એક વર્ષથી ભારે ઉત્સાહ પૂર્વક મહોત્સવની તૈયારી કરી રહ્યા હતા, મંત્રલેખન, કથાઓ વગેરે સેવાઓ કરી જે બદલ તેઓને ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને વધુમાં જણાવ્યું હતું કે આત્માનો ગુણધર્મ દેહમાં આવતો નથી અને દેહનો આત્મામાં આવતો નથી આત્મા જ્ઞાનવાન છે ૮૪ લાખ યોનીમાં ભ્રમણ કરેલ છે તે કોઈ જગ્યાએ સ્થિર રહેતો નથી સત્સંગે કરીને જ્ઞાન પ્રાપ્ત થાય છે પ્રત્યેક ક્રિયામાં ભગવાનનું અનુસંધાન રાખવું,
શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, માધાપરના નાના મોટા આબાલવૃદ્ધ સૌ હરિભક્તોએ શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથના ૨૭૩ વચનામૃતો રહસ્યાર્થ ટીકા સહ લેખિત હાર પ.પૂ જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજને અર્પણ કર્યો હતો ત્યારબાદ મહોત્સવનું પરમોલ્લાસભેર સમાપન કરવામાં આવ્યું હતું.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.