રાજકોટમાં દાંડિયા ક્લાસિસમાં ખેલૈયાઓની પડાપડી, જીમને બદલે એક્સરસાઇઝ માટે ગરબા શીખી રહ્યા છે
નવરાત્રિના આડે હજી દોઢ મહિનાથી વધુનો સમય બાકી છે. પરંતુ કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી અર્વાચીન ગરબા બંધ રહ્યા હતા. પરંતુ આ વર્ષે નવરાત્રિનું આયોજન થાય તેવી પૂરી શક્યતા છે. આથી ખેલૈયાઓ પણ ઉત્સાહમાં આવીને અત્યારથી જ દાંડિયા ક્લાસિસમાં અવનવા સ્ટેપ શીખવા માટે પડાપડી કરી રહ્યા છે. આ વર્ષે ફેન્સી પંચીયો, ટીમલી, બોલીવૂડ વીથ ટીટોડોમાં નવા સ્ટેપ ખેલૈયાઓ શીખી રહ્યા છે. આ સ્ટેપની હાલ રાજકોટના દાંડિયા ક્લાસિસમાં બોલબાલા છે. જીમને બદલે એક્સરસાઇઝ માટે લોકો ગરબા શીખી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.