અમરેલી જિલ્લાની પરિસ્થિતિ ભાંગીને ભુક્કો પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમરે રાજયનાં મુખ્યમંત્રીને પત્ર પાઠવી તાકીદે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય બને તેવી માંગ કરી - At This Time

અમરેલી જિલ્લાની પરિસ્થિતિ ભાંગીને ભુક્કો પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમરે રાજયનાં મુખ્યમંત્રીને પત્ર પાઠવી તાકીદે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય બને તેવી માંગ કરી


અમરેલી જિલ્લાની પરિસ્થિતિ ભાંગીને ભુક્કો થતી જાય છે તેવામાં અમરેલીનાં પુર્વ સાંસદ/ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે રાજયનાં મુખ્યમંત્રીને પત્ર પાઠવી તાકીદે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય બને તે બાબતે રજુઆત કરી હતી.

હાલ અમરેલી જિલ્લાની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ગંભીર બની છે તે બાબતે એક પ્રેસ નિવેદન કરી અમરેલીનાં પુર્વ સાંસદ/ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમર તેમજ પુર્વ ધારાસભ્યશ્રી પુર્વ જિલ્લા પ્રમુખશ્રી ઠાકરશીભાઇ મેતલીયાએ જણાવ્યું હતું કે, હાલ અસામાજીક પ્રવૃતિ દિન-પ્રતિદિન વધતી જાય છે લોકોની સલામતી જોખમાતી જાય છે જાહેરજીવનના લોકો ઉપર અસામાજીક તત્વો હુમલો કરી રહ્યા છે તે બાબતે કડક કાર્યવાહી કરીને કડક અધિકારી ફરી આ જિલ્લામાં પોલીસ ખાતામાં મુકવા જરૂરી બન્યું છે. તત્કાલીન જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય ના ગયા પછી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ખુબ જ કથળી છે. અમરેલી જિલ્લામાં પોલીસની ધાક ઓછી થઈ છે અસામાજીક તત્વો બેફામ બન્યા છે, દારૂ-જુગારની બદી વધી છે, બહેન-દિકરીઓની સલામતી નથી, વ્યાજંકવાદ વધ્યો છે, ગરીબ ખેડુતોને ઉંચુ વ્યાજ આપી તેઓની જમીન પડાવી લેવાનું પ્રમાણ વધ્યું છે, રેતી ખનન થઈ રહ્યું છે હપ્તાખોરી દિન-પ્રતિદિન વધતી જાય છે. પોલીસ તંત્ર તેમજ મહેસુલી તંત્ર આ બાબતે મૌન કેમ છે? આમાં કોઇ રાજકીય સંડોવણી હોય તેવું દેખાઇ રહ્યું છે. ગુજરાતની સ્થાપનાનો મહત્વનો જિલ્લો અને ડો.જીવરાજ મહેતાની જન્મભૂમિનો અમરેલી જિલ્લો છે ત્યારે અમરેલી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે, અસામાજીક તત્વોમાં પોલીસનો ભય ઉભો થાય તે માટે ફરી અમરેલી જિલ્લામાં કડકમાં કડક કાર્યવાહી કરી શકે તેવા જાબાજ અધિકારીની નિમણૂંક થવી લોકોમુખે માંગણી પ્રસરી છે. તેથી ઉપરોકત બાબતે ગંભીરતા દાખવવા ડો.જીવરાજ મહેતાનાં જન્મભૂમિના જિલ્લાની કંગાળ પરિસ્થિતિથી બચાવવા માટે આગેવાનોએ મુખ્યમંત્રીને અપીલ કરી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.