રાજુલા તાલુકાના કુંડલીયાળા ગામે જળ સંરક્ષણ લક્ષી શિબિર યોજાઈ
રાજુલાના કુંડલીયાળા ગામે CSPC સંસ્થા અને HDFC બેંકના CSR પ્રોજેક્ટ HRDP ના નાણાંકીય સહયોગ દ્વારા જળ સંરક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. અને બે દિવસ સુધી જળ સંરક્ષણની ગ્રામ્ય સ્તરીય કાર્ય શિબિર યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પશુપાલન,ખેતી, ઘર વપરાશ વગેરેમાં જેટલું પાણી વપરાય છે. તેની સામે ગામમાં વરસાદનું પાણી આવે છે. તેમજ પાણીનું આવક સામે જાવકનું સરવૈયું બનાવવામાં આવેલ. અને ખેડૂત ભાઈઓને ખેતીના પાકોમાં પાણી બચાવી શકાય, તેવી પદ્ધતિ,દ્વીપ,ટપક,લેજર, પિયત, તેમજ એક પાટલે પિયત પદ્ધતિ અપનાવે અને જે જે પાકોમાં પાણીની ઓછી જરૂરિયાત જણાય તેવા પાકોનું વાવેતર કરવું વગેરે બાબતોની ચર્ચાઓ કરાઈ હતી. જેમાં ગ્રામજનો ગ્રામ્ય સ્તરે કમિટીની રચના કરવામાં આવી હતી. કુંડલીયાળા ગામના બહોળી સંખ્યામાં પંચાયત સભ્યો, આગેવાનો સહિત લોકો હાજર રહ્યા હતા. આ શીબીરમાં સંસ્થાના મનોજ મોરી,શાંતિભાઈ પરમાર ,જયેશ માડુ, સુનીલ ખેર ઇકબાલભાઈ તેમજ સીએસપીસી સંસ્થાના કર્મચારી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.......
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.