પેપર લીક કાંડની ફરિયાદ કરવાનો વાયદો કર્યાના 24 કલાકમાં જ યુનિવર્સિટીના સત્તાધીશોનો યુટર્ન, FIR ન કરી!
પોલીસ ફરિયાદ કરવા મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકે માત્ર એકબીજા ઉપર જવાબદારીની ફેકાફેંકી જ કરી
તા.17મીએ યુનિ.ના ત્રણેય સત્તાધીશોએ 18મીએ પેપરલિક કાંડની ફરિયાદ કરવાની લેખિતમાં ખાતરી આપી હતી. પરંતુ 24 કલાકમાં તેઓ ફરી ગયા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએ અને બી.કોમ સેમેસ્ટર-5ના પરીક્ષાના પેપર લીક થવા મુદ્દે 35 દિવસ વીતી જવા છતાં પોલીસ ફરિયાદ નહીં કરવામાં આવતા 17મીએ એનએસયુઆઈએ કુલપતિની ચેમ્બરમાં હંગામો મચાવી વિરોધ કર્યો હતો. ત્યારે કુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકની હાજરીમાં 18મીએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા પ્રક્રિયા કરવામાં આવશે’ તેવું લેખિતમાં આપતા મામલો થાળે પડ્યો હતો પરંતુ 18મીએ આખો દિવસ દરમિયાન પેપર લીક મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ નહીં કરવામાં આવતા યુનિવર્સિટીના સત્તાધીશો લેખિતમાં આપેલી ખાતરી મામલે ફરી ગયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.