ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા અને કોડીનાર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય વરસાદ થતાં ડોળાસા થી આલિદર જતાં રસ્તાઓ પાણી પાણી લોકો પરેશાન
તા: ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા અને કોડીનાર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર બોડીદર ડોળાસા ઝાંઝરીયા સોનપરા અડવી વેળાકોટ આલીદર હરમડિયામાં હજુ તો સામાન્ય વરસાદ થતાં રસ્તાઓ પાણીમાં અને પાણી રસ્તાઓમાં લોકોને પડી રહી છે હાલાકી જેમાં ડોળાસા થી આલીદર જતાં રસ્તામાં ગોઠણ સામા પાણી ભરાતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે એવી સ્થિતિ આ રસ્તા ઉપર અત્યારે દેખાઈ રહી છે તંત્રને પણ વારંવાર આ રસ્તાને પહોળો બનાવો બંને સાઇડ ગટરો બનાવી અને રસ્તો ઉંચો લેવો આર.સી.સી ની જરૂર પડે ત્યાં આર.સી.સી રોડ બનાવવો આવી અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ સુધી તંત્રનાં પેટમાં પાણી પણ હલતું નથી તેમજ આજ સુધી આ રસ્તાનું યોગ્ય કામ નાં કરવાથી સ્કૂલે જતાં બાળકો સ્કૂલે જતાં વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
જેમાં આવાં ગંદકી કિચડ વાળા પાણીમાંથી બાળકોને ચાલીને પ્રચાર થવાની નોબત આવી છે ત્યારે વાલીઓમાં પણ એક ચિંતાનો વિષય છે કેમકે આવાં ગંદકી વાળા પાણીમાંથી પ્રચાર થાય તો બાળકો નાં પઞ ચડીજાય એવી વાલીઓમાં પણ ચિંતાએ જોર પકડ્યું છે આ રસ્તામાંથી બાળકોને પ્રચાર થવાનો પણ ડરનો માહોલ જોવા મળે છે અનેક વખત ઉના ડેપોમાં એસટી તંત્રને પણ એસટી બસ બાળકોને સ્કુલ નાં ટાઇમે બસ મળી રહે અને બસ ચાલુ રહે એ માટે લેખિતમાં માંગણી કરવા છતાં પણ આ જ સુધી એસટી તંત્રએ બસ નાં ફાળવતા આજે તંત્રના પાપે અનેક બાળકોને આ મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા શું યોગ્ય પગલાં લેવામાં આવે અને આ તાત્કાલિક રસ્તા નું કામ કરવામાં આવે એવી લોક માંગણી પણ ઉઠવા પામી છે
પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ8780138711
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.