રાજકોટ બસ સ્ટેન્ડ પાસે આશાપુરા ટ્રાવેલ્સના સંચાલક પર ટેકસી ચાલકનો હુમલો.
રાજકોટ શહેર તા.૧૮/૧૦/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર રેલનગરમાં શ્રી.અમૃત પુષ્પા આર્કેડમાં રહેતા ધર્મેન્દ્રસિંહ દાનુભા જાડેજા ઉ.૪૩ ટેકસી ચલાવવાનો ધંધો કરે છે. આજે સવારે ૧૦ વાગ્યે પોતાની ટેકસી લઇ બસ સ્ટેન્ડ પાછળ આવેલ પાર્કિંગમાં પાર્ક કરતા હતા. ત્યાં આશાપુરા ટ્રાવેલ્સ નામની ઓફિસ ધરાવતા ટ્રાવેલ્સ સંચાલક યોગેન્દ્રસિંહ જાડેજા ધસી આવ્યો હતો અને તારે અહીં ગાડી પાર્ક કરવી નહીં કહી બસ સંચાલકો અન્ય ૭ શખ્સોને બોલાવી ધર્મેન્દ્રસિંહ પર ધોકા અને પાઇપથી હુમલો કર્યો હતો. મારામારીમાં ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રસિંહને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે એ.ડીવીઝન પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.