માળીયા હાટીનામાં શ્રી રામદેવજી મંદિરના આંગણે સાર્વજનિક શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ધાર્મિક ભક્તો દ્વારા ભારે ઉત્સાહ - At This Time

માળીયા હાટીનામાં શ્રી રામદેવજી મંદિરના આંગણે સાર્વજનિક શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ધાર્મિક ભક્તો દ્વારા ભારે ઉત્સાહ


માળીયા હાટીનાની પાવન ધરતી પર અને મેઘલ નદીના કાંઠે શ્રી રામદેવજી મંદિર મંહત શ્રી બલરાજપુરી ગુરૂ માયાપુરી દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સાર્વજનિક આયોજન જેમાં આ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં શાસ્ત્રી શ્રી સંજયભાઈ ત્રિપાઠી (કાશીવાળા - સંસ્કૃત વૈદિક સાહિત્યમાં M.A) વ્યાસપીઠ પર બિરાજી સંગીતમય સુરાવલી સાથે અલૌકિક કથામૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ

હાલ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ગોવાળિયા સહિતના વેશભૂષા સાથે કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો કૃષ્ણ જન્મ ઉત્સવ માં કાનાના દર્શન માટે ગોપીઓ પણ ઘેલી બની હતી, અબીલ ગુલાલ છોડ સાથે મોટી સંખ્યા ધર્મપ્રેમી જનતા કૃષ્ણ જન્મો ઉત્સવ માં ઉત્સાહ થી રાસ તેમજ નાચી રહ્યા હતા તેમજ પ્રસાદી રૂપે મીશરી અને પંજરી પણ આપવામાં આવી હતી અને અંત માં મહા આરતી કરવા માં આવી હતી

સાર્વજનિક શ્રીમદ્ ભાગવત સપ્તાહ સમિતિ દ્વારા તેમજ રામદેવજી મંદિર મંહત શ્રી બલરાજપુરી ગુરૂ માયાપુરી દ્વારા માળીયા હાટીના તાલુકાની ધર્મ પ્રેમી જનતા ને કથાનું રસપાન તેમજ મહા પ્રસાદ લેવા અપીલ કરી રહ્યા છે

બાઈટ હકુભાઈ જોશી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.