ભાવનગર લોકસભા બેઠકનાં જનરલ નિરીક્ષક ડો. વીણા માધવનના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાના નોડલ ઓફિસરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઇ
ભાવનગર લોકસભા બેઠકનાં જનરલ નિરીક્ષક ડો. વીણા માધવનના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાના નોડલ ઓફિસરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઇ
બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે જનરલ નિરીક્ષક ડો. વીણા માધવનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ વી.સી.માં જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય દ્વારા બોટાદ જિલ્લામાં લોકસભાની ચૂંટણી બાબતે જરૂરી વ્યવસ્થાઓ અંગે જનરલ નિરીક્ષકને માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત જનરલ નિરીક્ષકએ વી.સી.માં ઉપસ્થિત જિલ્લાનાં નોડલ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં ટી.આઈ.પી તથા ખર્ચ નોડલ વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બલોળિયા, નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.એન.કાચા સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.