બોટાદ માં છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ અપડેટ કરાવ્યું ન હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવવા જોગ - At This Time

બોટાદ માં છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ અપડેટ કરાવ્યું ન હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવવા જોગ


(ચૌહાણ અજય દ્વારા)
છેલ્લા દસ વર્ષથી આધારકાર્ડ ઓળખનાં પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવ્યું છે ત્યારે વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે પણ આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ ગણાય છે. યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડીયા(યુ.આઇ.ડી.એ.આઈ) ભારત સરકારની તા. ૧૧-૦૩-૨૦૨૪ની યાદી મુજબ જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધારકાર્ડ કઢાવ્યું હોય અને આ સમયગાળા દરમિયાન કોઈ ડેમોગ્રાફિક (ઓળખ અને રહેઠાણના પુરાવા) આધારમાં અપડેટ કરવામાં આવ્યા ન હોય તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધાર અપડેટ કરાવી લેવા જાહેર અપીલ છે.
આધાર અપડેટ કરાવવા માટે સરકાર દ્રારા રૂા.૫૦/-નો દર નક્કી કરવામાં આવ્યો છે. જેના માટે જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. વધુમાં, ભારત સરકાર દ્વારા 'MY Aadhaar Portal' પર તા.૧૫/૦૯/૨૦૨૪ થી તા.૧૪/૧૨/૨૦૨૪ સુધી આધારમાં ડોક્યુમેન્ટ અપડેટ કરાવવાની આ સેવા વિનામૂલ્યે કરવામાં આવી રહી છે. જેની નાગરિકોએ નોંધ લેવા નિવાસી અધિક કલેકટર, બોટાદ દ્વારા જણવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.