H.L કોમર્સ ૮૫ વર્ષ બાદ હવે મોર્નિંગ શિફ્ટમાં ચાલશે :વિદ્યાર્થીઓને મોટો ફાયદો
અમદાવાદગુજરાત યુનિ.સંલગ્ન
અમદાવાદની ટોપ કોમર્સ કોલેજ એવી એચ.એલ.કોમર્સ કોલેજ હવે ૮૫ વર્ષ બાદ મોર્નિંગ શિફ્ટમાં
ચાલશે.યુનિ.એ કોલેજને શિફ્ટ બદલવાની મંજૂરી આપી દીધી છે.અત્યાર સુધી આ કોલેજ બપોરની
પાળીમાં ચાલતી હોવાથી સીએ-સીએસ સહિતના કોર્સ કરતા વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલી પડતી
હતી.એચ.એલ.કોમર્સ
કોલેજ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી ગણાય છે અને દર વર્ષે આ કોલેજમાં અભ્યાસ માટે
ભારે ધસારો રહેતો હોય છે.આ કોલેજ બપોરે ૧૧થી સાંજના પ દરમિયાન ચાલતી હતી. જેથી
પ્રવેશ લેનારા હાયર મેરિટના વિદ્યાર્થીઓ સીએ-સીએ સહિતના પ્રોફેશનલ કોર્સ સાથે કરતા
હોય છે અથવા તો ઘણા વિદ્યાર્થીઓ યુપીએસસીની તૈયારી કરતા હોય છે તો ઘણા વિદ્યાર્થીઓ
સાથે જોબ કરતા હોય છે,જેઓને બપોરની પાળીમાં ખૂબ જ મુશ્કેલી પડતી. જેથી કોલેજ દ્વારા યુનિ.ને
બપોરની શિફ્ટમાંથી સવારની શિફ્ટમાં વર્ગો ચલાવવા માટે અરજી કરવામા આવી હતી.યુનિ.ની
કમિટીએ તપાસ બાદ રિપોર્ટ આપ્યો હતો અને જે મંજૂર કરતા હવે કોલેજને મોર્નિંગ
શિફ્ટની પરમિશન મળી ગઈ છે.આ શૈક્ષણિક વર્ષથી કોલેજ સવારના ૭ઃ૩૦થી બપોરના ૧૨ઃ૩૦ના
સમય માટે ચાલશે.જેથી વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી
દ્વારા ૧૯૩૬માં સ્થપાયેલી આ પ્રથમ કોલેજ એવી એચ.એલ.કોમર્સ કોલેજમાં ત્રણ અંગ્રેજી
માધ્યમના અને એક ગુજરાતી માધ્યમનો સહિત ચાર વર્ગો છે અને જેમાં ઈડબલ્યુએસ સાથે
૬૦૦થી વધુ બેઠકો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.