હેપ્પી મેરેજ લાઈફ” સેમિનાર નું આયોજન ગોકુલધામના આંગણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
“હેપ્પી મેરેજ લાઈફ” સેમિનાર નું આયોજન ગોકુલધામના આંગણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
૮ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ.આપણી સંસ્કૃતિના મુળ પાયામાં નારીનું સ્થાન છે દરેક જીવની પ્રથમ સર્જક નારી છે.વેદ પૂરાણો સાક્ષી છે નારીની પૂજા થાયછે.ત્યાં દેવતાઓ પ્રસન્નથાયછે.સમાજ સંસ્કૃતિને જીવતરાખનાર નારી છે.“માનવસેવા એ પણ પ્રભુસેવા” ને સાચા અર્થમાં સાર્થક કરનાર ગોકુલધામ,નાર દ્વારા સમાજસેવા, શિક્ષણ, આરોગ્ય અને આધ્યાત્મિક સેવાઓની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે.દર વર્ષે સર્વજ્ઞાતિય અને માબાપ વગરની દિકરીઓના સમુહલગ્ન કરેછે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગોકુલધામ નાર દ્વારા ૨૦૦ નવદંપતિઓ પોતાનું દામ્પત્ય જીવન શ્રેષ્ઠ રીતે જીવી શકે તે માટે એક દિવસીય સેમિનાર યોજાયો હતું સંઘાણીજીએ જીવનના અનેક પ્રશ્નોની સરળ સમજણ આપી હતી.શ્રી છોટુભાઈ પટેલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.૨૦૦ નવદંપતિઓને ૫.પૂ. શુકદેવપ્રસાદદાસજી સ્વામી,પ.પૂ.હરિકેશવદાસજી સ્વામીજી એ આશિર્વાદ આપ્યા હતા.સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવદંપતિઓને લગ્ન નોંઘણી પ્રમાણપત્ર અને સર્વ શ્રેષ્ઠ ગર્ભ સંસ્કારનું પુસ્તક આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર -મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.