હળવદ મામલતદાર, પોલીસ અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગેરકાયદેસર સફેદ માટીનું વહન કરતા બે ડમ્પર ઝડપાયા - At This Time

હળવદ મામલતદાર, પોલીસ અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગેરકાયદેસર સફેદ માટીનું વહન કરતા બે ડમ્પર ઝડપાયા


હળવદ પંથકમાં ખનીજ ચોરીના પગલે મોરબી જિલ્લા કલેકટરની સૂચના અનુસંધાને હળવદ મામલતદાર,હળવદ તાલુકા વિકાસ અધિકારી અને હળવદ પોલીસની સંયુક્ત ટીમ બનાવી જુદી જુદી જગ્યાએ તપાસ હાથ ધરતા મોરબી ચોકડી પાસેથી સફેદ માટી ભરેલા બે ડમ્પરોને ઝડપી પાડીને પોલીસ હવાલે કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર હળવદ મોરબી માળિયા ચોકડી પાસે હળવદ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને હળવદ પોલીસ દ્વારા મોરબી જિલ્લા કલેકટરની સૂચનાની અનુસંધાને ખનીજ ચોરીનાં ગેરકાયદેસર વેપલા સામે લાલ આંખ કરવામાં આવી હતી જેમાં જીજે 13-એએક્ષ -7046 જેમાં આશરે 35 મૅટ્રિક ટન વજન અને જીજે 13 - એએક્ષ- 0249મા આશરે 38 મૅટ્રિક ટન વજન સાથે બન્ને ડંમ્પર ઝડપી પાડીને હળવદ પોલીસ મથકે સોંપવામાં આવ્યા

તેમજ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી આમ હળવદ પોલીસ હળવદ, મામલતદાર અને હળવદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સંયુક્ત ટીમ કામગીરી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.