54%ને સાયબર ફ્રોડ શું તેની ખબર જ નથી, 63% લોકો નેટ બેન્કિંગ કરતા ડરે છે
વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં શહેર, રાજ્ય અને દેશ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, પણ સાથે સાથે હાલના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધ્યો છે. ખાસ કરીને મનોરંજન માટેની સોશિયલ સાઇટ્સની સાથે સાથે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને નેટ બેન્કિંગનો પણ વપરાશ વધ્યો છે. વધતા જતા સોશિયલ મીડિયાના વપરાશ અને ઓનલાઇન ટ્રાન્જેક્શન જોખમરૂપ બન્યું છે. સાયબર ક્રાઇમના ગુનામાં દિવસેને દિવસે વધારો થતાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાયબર ફ્રોડ અંગે સર્વે કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.