મંગલપરા માં વિમલભાઈ કળથીયાના કારખાનામાં રત્નકલાકાર બેહનો ને ઘરેલું હિંસા અધિનિયમ -2005 વિષે જિલ્લા મહિલા બાળ અધિકારી ની કચેરી દ્વારા માહિતગાર કરાયા
આજ રોજ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મન્સૂરી સાહેબ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી હેતલ મેમ દવે ના માગ્દર્શન પ્રમાણે બોટાદ માં ગઢડા રોડ પર મંગળપરામાં વિમલભાઈ કાલથીયાં ના કારખાનામાં રત્નકલાકાર બેહનો ને ઘરેલું હિંસા અધિનિયમ 2005 વિષે માહિતી આપવામાં આવેલ જેમાં dhew ના મિશન કો-ઓર્ડીનેટર હસમુખભાઈ વડોદરીયાં દ્વારા ઘરેલું હિંસા થી પીડિત બેહનો કાયદાકીય મદદ કઈ રીતે મેળવી શકે તેના વિષે માહિતી આપવામાં આવેલ 181 ના કાઉન્સેલર પરમાર જલ્પાબેન દ્વારા અભયમ મહિલા હેલ્પલાઇન લાઈન ની કામગીરી તેમજ 181 મોબાઈલ એપ્લિકેશન વિષે માહિતી આપવામાં આવેલ સખી વનસ્ટોપ સેન્ટર ના સંચાલક ભાવનાબેન મારું દ્વારા આશ્રય તેમજ સખી વનસ્ટોપ વિષે માહિતી આપવામાં આવેલ વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ના સંચાલક નૂતનબેન રાઠોડ દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા ચાલતી યોજના.... ગંગા સ્વારૂપ પુનઃ લગ્ન યોજના, વાહલી દીકરી, વૃદ્ધ પેંશન, વિધવા પેંશન, મહિલા સ્વાવલંબન વગેરે યોજનો વિષે વિસ્તૃત માં માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ મહિલા પોલીસ ના શી ટીમ ના કર્મચારી સુરપાલભાઈ ગોહિલ દ્વારા મહિલાઓ ની સુરક્ષા ને લઇ શી ટીમ ની કામગીરી તેમજ પેટ્રોલિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ આ ઉપરાંત જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી તરફ થી શિબિર માં ભાગ લેનાર રત્ન કલાકાર બેહનો ને સેનેટરી પેડ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી ની કચેરી દ્વારા ચાલતી તમામ યોજનાઓ ના પેમ્પલેટ વિતરણ કરવામાં આવેલ બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા pbsc મહિલાઓ અને પુરુષો ને કઈ રીતે મદદ કરે છે ઉપરાંત સંકટ સખી એપ્લિકેશન મોબાઈલ પ્લે સ્ટોર માંથી કઈ રીતે ડાઉનલોડ થાઈ તેના વિષે માર્ગદર્શન આપેલ અને સંકટ સખી એપ્લિકેશન દ્વારા તમામ મહિલા લક્ષી મદદ કઈ રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી વિગતવાર આપવામાં આવેલ તેમજ સંચાલન કરવામાં આવેલ dhew ના કર્મચારી હરેશભાઇ સોલંકી દ્વારા કારખાના ના માલિક તેમજ તમામ રત્નકલાકાર બેહનો નો આભાર જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા વ્યક્ત કરવામાં આવેલ.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો/8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.