વડોદરા ncc ના કેમ્પસમાં યોગ દિવસની ઉજવાયો . - At This Time

વડોદરા ncc ના કેમ્પસમાં યોગ દિવસની ઉજવાયો .


વડોદરા શહેરમાં આવેલા તીર્થ સ્થભ પાસે ncc ના પરિસદ માં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં ncc ની મહિલાઓ અને યુવનો જોડાયા હતા યોગ એ એક પ્રાચીન શારિરીક , માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે . સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે . યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે . યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે . યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે . આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા - જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન - પ્રતિદિન વધી રહી છે . યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે . હિંદુ , બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે . ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી . 21 મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21 મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું . ત્યારબાદ , આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.