રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ની કારોબારી તેમજ મંત્રી શ્રીઓ નો સન્માન સમારોહ યોજાયો
ગુજરાત
આજરોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ની કારોબારી યોજાઇ.જેમાં સરસ્વતી વંદના સાથે દિપ પ્રાગટય દ્વારા કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી ઓપન યુનિવર્સિટીના કુલપતિશ્રી અમીબેન ઉપાધ્યાયે સૌનું શાબ્દિક અભિવાદન કર્યું ત્યારબાદ ઓપન યુનિવર્સિટી દ્વારા બંને મંત્રીશ્રીઓનું સ્મૃતિ ચિહ્નનથી અને શૈક્ષિક મહાસંઘ વતી પુસ્તક દ્વારા ભીખાભાઈ પટેલ અને મોહનજી પુરોહિતે સ્વાગત કર્યું,ત્યારબાદ અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત પ્રાંતના પ્રભારી મોહનજી પુરોહિતે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે શૈક્ષિક મહાસંઘ એ રાષ્ટ્રવાદી અને સાંસ્કૃતિક ધરોહર ધરાવતું સંગઠન છે,બંને મંત્રીશ્રીઓ ની કામગીરીને બિરદાવી હતી,ત્યારબાદ ભીખાભાઈ પટેલ ગુજરાત પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે સંગઠનમાં હોદેદારોએ જાગરણ પર્વ દરમ્યાન કરેલ કામગીરીને બિરદાવી હતી.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ની આજ રોજ રાજ્ય કારોબારી તેમજ નવનિયુક્ત મંત્રી શ્રી ઓનો સન્માન કાર્યક્રમ આજે યોજાયો જેમા પંચમહાલ જિલ્લા ના સંધ ના હોદેદારો અધ્યક્ષ જીતેન્દ્ર બારીયા.મંત્રી જીતેન્દ્ર ઠાકર.સંગઠન મંત્રી જીતેન્દ્ર પરમાર આચાર્ય સંવર્ગ મંત્રી ડી એમ ચોહાણ અને સરકારી માધ્યમિક સંવર્ગ પંચમહાલ જિલ્લા માંથીઅધ્યક્ષ મહિપાલસિંહ ચારણ
મંત્રી જુગલભાઈ શાહ
ઉ માંઅધ્યક્ષ રાકેશભાઈ પટેલ
મંત્રી ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા..જેમા શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોર.શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષા નુ સન્માન કરવામાં આવ્યું તેમજ શિક્ષકોના પડતર પ્રશ્નો વિશે ચર્ચાઓ કરવામાં આવી જેમાં માધ્યમિક ના બાકી રહેલા ઠરાવો જેવાકે 2005 પહેલાને OPS નો ઠરાવ ઝડપથી કરાવો.10%ની 10%. ,12% ના 12% 14% ના 14% ના બદલે 10% ની સામે 14% સુધારો કરી ફરી ઠરાવ કરવો. તેમજ પડતર પ્રશ્નો જેવાકે 2005 પછીના ને જુની પેન્શન યોજના. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ને પણ બદલીનો લાભ. જુના શિક્ષકની ભરતી.એકમ કસોટી બંધ કરાવી ભારણ ઓછું કરવું.બાકી રહેલ શિક્ષકો ની ધટ પૂર્ણ કરવા શિક્ષકો ની ભરતી કરવી. આચાર્યની ભરતી કરવી.વગરે બાકી રહેતા પ્રશ્નોની ચર્ચા કરી ઝડપથી એનુ નિરાકરણ આવે તે માટે મંત્રીશ્રીઓ સાથે ઝડપથી મુલાકાત કરવી અને પ્રશ્નો ઝડપથી હલ કરવા નું નક્કી કરવામાં આવ્યું ..તેમજ સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી નિમિત્તે કર્તવ્ય બોધ નું તાલુકા અને જિલ્લા લેવલે આયોજન કરવું વગેરે ચર્ચા કરવામાં આવી
ત્યારબાદ પ્રાથમિક, માધ્યમિક સરકારી ગ્રાન્ટેડ વગેરેમાં કામ કરતા શિક્ષકોના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાન્ત મહામંત્રી શ્રી મિતેષ ભાઇ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું
બ્યુરો રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.