મનપાની સીટીબસમાં સિનિયર સીટીઝનને કંડકટર-ડ્રાઇવરે બેફામ મારમાર્યો - At This Time

મનપાની સીટીબસમાં સિનિયર સીટીઝનને કંડકટર-ડ્રાઇવરે બેફામ મારમાર્યો


શહેરના ઇન્દિરા સર્કલ નજીક મહાનગરપાલિકાની સીટી બસના કંડકટર અને ડ્રાઇવરે ટીકીટના પૈસાની લેતી દેતી મામલે વૃદ્ધને માથામાં ટીકીટ કાઢવાનું મશીન માથામાં મારી અને બાદમાં ઢીકાપાટુનો મારમારતા વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સાધુવાસવાણી રોડ ગુરુજીનગરના ક્વાર્ટરમાં રહેતા નંદલાલભાઇ વિઠ્ઠલભાઇ ઠક્કર(લોહાણા) (ઉ.વ.69) ફરિયાદમાં મહાનગર પાલિકાની સીટી બસ આરએમટીએસ બસ નંબર.2ના કંડકટર અને ડ્રાઇવર વિરુદ્ધ મારામારી અને ગાળો આપવા અંગેની કલમ હેઠળ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. નંદલાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું એકલો રહું છુ અને છુટક કાર ડ્રાઇવીગ નો ધંધો કરૂ છુ.
તા.04/05ના સવારના પોણા અગ્યારેક વાગ્યાની આસપાસ મારે ત્રીકોણબાગ જવુ હોય જેથી હુ ઇન્દીરા સર્કલેથી આર.એમ.ટી.એસ. બસ નં.2મા બેસેલ હતો. બસના કંડકટરને મે ચાલીશ રૂપીયા આપેલ અને જણાવેલ કે ફુલડેની એક ટીકીટ આપો જેથી કંડક્ટર મારી પાસેથી ચાલીશ રૂપીયા લઇને આગળ બીજા પેસેન્જરની ટીકીટ ફાડવા માટે જતો રહ્યો હતો. બાદ તે પરત મારી પાસે આવતા મે કંડક્ટરને કહેલ કે મને ટીકીટ તથા મારા વધતા રૂપીયા પરત આપો.
જેથી કંડક્ટરે મને પચ્ચીસ રૂપીયાની ફૂલ ડે ટીકીટ આપેલ હતી અને મારા વધતા રૂપીયા પરત આપેલ નહી જેથી મે મારા વધતા પંદર રૂપીયા પરત માગતા કંડક્ટર મારી સાથે ગાળા ગાળી કરવા લાગેલ હતો જેથી મે ગાળો આપવાનીના પાડતા કંડક્ટર ઉશ્કેરાઇ ગયો હતો અને મારી સાથે ઝપાઝપી કરવા લાગેલ એટલી વારમાં બસના ડ્રાઇવરે ત્રીકોણ બાગ ખાતે બસ રોડ પર સાઇડમાં ઉભી રાખી અને તે પણ બસની અંદર મારી પાસે આવેલ અને મને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો.
થોડીવારમા બસના કંડક્ટરે તેની પાસે રહેલ ટીકીટ ફાડવાનું મશીન મને માથામાં મારતા મારા માથામાથી લોહી નીકળવા લાગેલ હતુ જેથી બસમા બેસેલ બીજા પેસેન્જરે મને વધુ મારમાંથી છોડાવ્યો હતો અને મારા માથામાંથી લોહી નીકળતુ હોય જેથી હું બીજી બસમાં બેસીને સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર માટે ગયેલ હતો.મને માથામા ટાકા આવ્યા હતા.આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.