જૂનાગઢ પોલીસનું વ્યાજખોરો સામે મેગા સર્ચ ઓપરેશન જિલ્લાના 27 વ્યાજખોર સાથે ગેરપ્રવૃત્તિ કરતા 38 ઈસમો સામે ગુના દાખલ
જૂનાગઢ પોલીસનું વ્યાજખોરો સામે મેગા સર્ચ ઓપરેશન
જિલ્લાના 27 વ્યાજખોર સાથે ગેરપ્રવૃત્તિ કરતા 38 ઈસમો સામે ગુના દાખલ
■ વ્યાજખોર મેગા ડ્રાઈવમાં 1.39 લાખનો મુદામાલ કબ્જે • જિલ્લામાં વ્યાજખોરી કરનાર
ઇસમોમાં ફફડાટ ફેલાયો * બેંક, ક્રેડિટ સોસા.માંથી લોન લેવા અપિલ કરતા એસપી હર્ષદ મહેતા
રાજ્યમાં વ્યાજખોરી કરનાર ઈસમોનો આંતક દીવસે દિવસે વધી રહ્યો છે ત્યારે વ્યાજખોરો હવે નિર્દોશ લોકોના જીવ પણ લઈ રહ્યા છે એવા સમયે વ્યાજખોરીના દુષણને ડામી દેવા જૂનાગઢ પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજી સર્ચ ઓપરેશ દરમિયાન કુલ ૯૯ ઈસમો ચેક કરવામાં આવ્યા હતા જેમાં ૨૭ વ્યાજખોરો સાથે ગેરકાયદેસર પ્રવુતિ કરનાર ઈસમો સામે ૩૮ ગુનાહ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન દાખલ કર્યા છે.ત્યારે પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન ઈંગ્લીશ દારૂ હથિયાર સહીત કુલ રૂ. ૧,૩૯,૯૧૦ નો મુદ્દમાલ કબ્જે કરી તમામ ઈસમો સામે કાર્યવાહી કરતા જિલ્લામાં વ્યાજખોરી કરનાર શખ્સોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.
જૂનાગઢ એસપી હર્ષદ મેહતા દ્વારા એક પ્રેસ યોજી જણાવ્યું હતું કે, જિલ્લામાં ગેરકાયદેસર નાણા ધીરનાર ઈસમો સામે મેગા સર્ચ ઓપરેશન યોજી ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં કુલ ૯૯ જેટલાઈસમોને ચેક કરવામાં આવ્યા.
વ્યાજખોરીના અન્ય ગેરકાયદેસર પ્રવુત્તિ કરનાર ઈસમો પણ ઝપટે ચડયા હતા આમ કુલ ૩૮ ઈસમો વિરુદ્ધ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાહ દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી વ્યાજ વસુલ કરવાની ડાયરીઓ સાથે મોબાઈલ ડીટેલ તેમજ અન્ય દસ્તાવેજો અને સાહિત્ય કબ્જે કરવામાં આવ્યું છે તેની સાથે એસપી હર્ષદ મેહતાએ લોકોને અપીલ પણ કરી હતી કે, લોકોને રૂપિયાની જરૂરિયાત હોઈ તો અનેક સરકાર માન્ય બેકો તેમજ ક્રેડિટ સોસાયટીઓ છે તેમાંથી જે વ્યાજબી ટકા સાથે લોન આપે છે. તેની પાસેથી જરૂરિયાત મુજબ લોન લેવી જોઈએ તેવી અપીલ કરી હતી.
જૂનાગઢ જિલ્લામાંથી ઝડપાયેલ વ્યાજખોરો પાસેથી ૧૫૭ કોરા ચેક, 30 ડાયરીઓ, ૨૧ આરસી બુક ૪ જમીન મકાનના દસ્તાવેજો, ૪ હક્ક પત્રો, ૩ પ્રોમીસરી નોટ, ૧ વાહન મળી કુલ ૨૨૦ સાહિત્ય પોલીસે કબ્જે કરીને ધોરણસર કાર્યવાહી શરૂ કરી છે.
આરોપીના નામ અને સરનામાં
વિશાલ કિશોર રહે.જૂનાગઢ, રહીમાબેન ઉર્ફે સીમાબેન ઈમરાન સોરઠીયા રહે.જૂનાગઢ, શબ્બીર ઉર્ફે લેવલબાપુ રહે.જૂનાગઢ, અરૂણભાઈ જીણાભાઈ રહે.જૂનાગઢ, અર્જુનભાઇ ગોરધનભાઈ, ધીરૂભાઈ કારાભાઈ રહે.ધંધુસર, ભરતભાઈ હીરાણી રહે.ભાવનગર, જેઠાભાઈ રહે.ધંધુસર, આકાશ હરવાણી રહે.જૂનાગઢ, પ્રતાપભાઈ રહે.જૂનાગઢ, ચંન્દ્રકાન્તભાઈ ઉર્ફે લાલો જેન્તીભાઈ રહે. જૂનાગઢ, કૌશિકભાઈ ઉર્ફે બાબા ધીરૂભાઈ રહે.જૂનાગઢ, કરમણભાઈ લખમણભાઈ રહે.જૂનાગઢ, નિલેશભાઈ લખમણભાઈ રહે.વધાવી, કરમણભાઈ લખમણભાઈ રહે. જૂનાગઢ, ધીરજલાલ હરીભાઈ રહે.વિસાવદર, બાધાભાઈ ઉગાભાઈ રહે.માલણકા, રાજેશ ઉર્ફે બુધો બાવાભાઈ રહે.નવાગામ, નવઘણભાઇ આલિગભાઈ રહે.બીલખા, રવીભાઈ ભીખાભાઈ રહે.કેશોદ, ઓઘડભાઈ રાજાભાઈ રહે.કેશોદ, ઇશાન ભીખાભાઈ રહે.માંગરોળ, કૃષ્ણ ઉર્ફે કાના, વીકમભાઈ, પ્રવિણભાઈ મનસુખભાઈ રહે.કેશોદ, ઘનશ્યામભાઈ દુર્લભજીભાઈ રહે.કેશોદ, શામજીભાઈ વીઠ્ઠલભાઈ રહે.કેશોદ, અશ્વિન ઉર્ફે લાદેન અરજનભાઈ રહે.માણાવદર, કિશોર ઉર્ફે ભોલી ખુંબચંદભાઈ રહે.માણાવદર, ગોપાલભાઈ બાલુભાઈ રહે.વેરાવળ, હાર્દીક રહે.કુકસવાડા, કિશોરભાઈ રહે.માળીયા હાટીના, જીતમાલાભાઈ બાવલાભાઈ રહે.વડાળા, વિનેશ સોનાજીભાઈ રહે.જૂનાગઢ, ભરત મેરામભાઈ મકવાણા રહે.જૂનાગઢ, ચેતન ઉર્ફે દેવો કનૈયાલાલ રહે.જૂનાગઢ, સ્વીભાઈ ઉર્ફે શ્રીચંદભાઈ પારવાણી રહે.ગાંધીનગર, પ્રકાશ ઉર્ફે પકકો કારાભાઈ રહે.કેશોદ, નિલેષ રહે.કેશોદ, ગાંગાભાઇ રાણાભાઈ રહે.કેશોદ, વિક્રમભાઈ કારાભાઈ રહે.કેશોદ, હરસુખભાઈ બાવાભાઈ રહે.વંથલી,
મકાભાઈ લાકડ રહે.શાપુર (ઘેર હાજર નહીં
મળનાર), રૂપેશ કારાભાઈ ભરડા રહે.શીલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.