ભચાઉ તાલુકાના આધોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંગણવાડી કાર્યકરો દ્રારા મિલેટ વર્ષ અંતર્ગત સેજા કક્ષાનું વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવેલ - At This Time

ભચાઉ તાલુકાના આધોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંગણવાડી કાર્યકરો દ્રારા મિલેટ વર્ષ અંતર્ગત સેજા કક્ષાનું વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવેલ


આંતરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩ ની ઉજવણી ના ભાગ રૂપે માન.જિલ્લા પ્રોગ્રામ ઓફીસરશ્રી તેમજ સી.ડી.પી.ઓશ્રી ના માર્ગદર્શન હેઠળ ઘટક – ભચાઉ-૨ ના આધોઈ સેજા મા આંગણવાડી કાર્યકર બહેનો દ્રારા સેજા કક્ષાએ મિલેટ વાનગી હરીફાઈ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આધોઈ ગ્રામ પંચાયત ના સરપંચશ્રી તેમજ તલાટીમંત્રીશ્રી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર દિપકભાઈ દરજી,આયુષ મેડીકલ ઓફીસર ડૉ. રોશન બલાત, એડોલેસેન્ટ હેલ્થ કાઉન્સીલર કિરેન કુમાર પાતર , ફિમેલ હેલ્થ સુપરવાઈઝર સરલાબેન , CMTC સેન્ટરના ન્યુટ્રીશન આસીસટન્ટ રક્ષાબહેન મજેઠીયા,સ્ટાફનર્સ ભાવિકાબેન પાંડોર તેમજ આઈ.સી.ડી.એસ વિભાગમાંથી મુખ્ય સેવિકા પ્રિયાબહેન પંડયા , તાલુકા કો-ઓર્ડિનેર નરેન્દ્રસિંહ જાડેજા ,PSE તેજલબા જાડેજા એ હાજરી આપેલ. મિલેટ હરીફાઈ મા ભાગ લેનાર આંગણવાડી કાર્યકર બહેનો દ્રારા વાનગી હરિફાઈમાં તાલુકા કક્ષાની વાનગી હરીફાઈમાં ભાગ લેવા મોકલવા બેસ્ટ વાનગી હતી તેમને 1, 2 અને 3 નંબર આપવામાં આવેલ. મુખ્ય સેવિકાશ્રી ધ્વારા મિલેટ નુ આપણા રોજિંદા જીવનમા પોષયુક્ત આહાર તરીકે નુ મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ આંગણવાડી કેન્દ્ર મારફત આપતા ટી.એચ.આર અંગેની જાગૃતતા અને તેના ઉપયોગ કરવા સમજ આપવામાં આવેલ. તેમજ આરોગ્ય વિભાગમાંથી દિપકભાઈ દરજી દ્રારા આરોગ્યને લગતી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. તેમજ કિરેન કુમાર પાતર દ્વારા આર કે એસ કે પ્રોગ્રામ વિશે માહિતી આપી હતી અને રક્ષાબેન મજેઠીયા દ્વારા સીએમટીસી કેન્દ્ર ખાતે આપવામાં આવતી સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494
9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.