ઘોર કળિયુગ મા ફળફડાદી વેચનાર ગરીબ વ્યક્તિએ ઈમાનદારીના દર્શન કરાવ્યા.
સામાન્ય રીતે વર્તમાન સમયમાં લોકોની એવી માન્યતા હોય છે કે કળીયુગમાં ઈમાનદાર અને પ્રમાણિક માણસો મળવા મુશ્કેલ છે. જો કે આ માન્યતાને ખોટી સાબિત કરતો બનાવ મોડાસા શહેરના મખદુમ વિસ્તારમાં સામે આવ્યો છે.મોડાસામાં ઠક્કર પેટ્રોલ પંપ પાસે રોજેરોજ કમાઈને પેટિયું રળતા ફળની લારીવાળાએ પૈસા ભરેલી બેગ મૂળ માલિકને સહી સલામત પરત કરતા ફિરોજભાઈ મામુની ઈમાનદારીને લોકો સલામ કરી રહ્યા છે . વિગતે જો વાત કરવામાં આવે તો મુસ્લિમ સમાજમાં હાલ ચાલતા રમઝાન માસમાં રોજા છોડવા રોજીંદા ખરીદી મુજબ મોડાસા માર્કેટ યાર્ડમાં મરચું હળદર મસાલાના જાણીતા વેપારી મનવા મસાલાના સમીરભાઈ મનવા મોડાસાના ઠક્કર પેટ્રોલ પંપ પાસે ફડફડાદીની ખરીદી કરવા ગયા હતા ત્યાં ફ્રૂટ ખરીદી દરમ્યાન પૈસાની લેતીદેતીમાં પોતાની પાસે રાખેલ પૈસા ભરેલ બેગ લારી પર ભૂલી ગયા હતા.ઘરે આવ્યા પછી બે કલાક બાદ સમીરભાઈ મનવાને બેગ ભૂલી ગયા હોવાની જાણ થતાં તાત્કાલિક બજારમાં જઈ જયાં જયાં ખરીદી કરી હતી ત્યાં તપાસ કરી. પણ બેગ ન મળતા છેલ્લે ફળની લારીવાળા પાસે પહોંચ્યા હતા અને પૈસા ભરેલ બેગની વાત કરી .. ત્યારે ફળનું છૂટક વેચાણ કરી ગુજરાન ચલાવતા ફિરોજભાઇ મામુએ કહ્યું કે લારી પર કોઈકની બેગ રહી ગઈ છે ત્યારબાદ બેગમાં તપાસ કરી તો બેગમાં પૈસા જોતા ગભરાઈ ગયા હતા અને ચિંતા થતી હતી કે કોની બેગ હસે કોણ ભૂલી ગયું હસે.તેના વિચારોમાં ધંધો કરવામાં મન ન લાગ્યું ન હતું.આખરે સમીરભાઈ મનવાએ પૂછપરછ કરતાં ફળફળાદી નું વેચાણ કરતા ફીરોજભાઈ મામૂએ સહીસલામત તેમને પોતાની પાસે રાખેલ બેગ મૂળ માલિક મનવા મસાલા વાળા સમીરભાઈ ને પૈસા ભરેલ બેગ સહિસલામત પરત કરતા હાશ અને શાંતિ અનુભવી હતી . સમીરભાઈ અને તેમના પરિવારે ફળની લારીવાળા ફિરોઝ ભાઈ મામુની ઈમાનદારી અને પ્રામાણિકતા જોઈને ગદગદિત થઈ ગયા હતા અને આભાર વ્યક્ત કરતી વખતે ફીરોજભાઇ મામુની આંખમાં આંસુ ઉભરાઈ ગયા હતા.જયારે આવા રોજેરોજ કમાઈને પેટિયું રળતા ફળની લારીવાળાની ઈમાનદારી પ્રામાણિકતા જોઈને લોકોમાં ઈમાનદારી અને પ્રામાણિકતા હજુ પણ જીવિત છે તેવું મોડાસા શહેરીજનોએ જણાવ્યું હતું.સાથે ફળફળાદી ના વ્યવસાય સાથે સંકળાયેલ એક સામાન્ય માણસ ફિરોજભાઈ મામુએ ઈમાનદારીની સુવાસ મોડાસા તેમજ અરવલ્લી જીલ્લામાં પ્રસરાવી છે.
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.