લેન્ડ ગ્રેબીંગના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી નેત્રંગ પોલીસ - At This Time

લેન્ડ ગ્રેબીંગના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી નેત્રંગ પોલીસ


પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપસિંઘ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા નાઓ દ્વારા જીલ્લામાં નાસતા ફરતા આરોપી પકડવા માટે સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો.કુશલ ઓઝા અંકલશ્વેર વિભાગ, અંકલેશ્વર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.એમ.વસાવા અંક્લેશ્વર સર્કલ નાઓની સુચના અને માર્ગદર્શન અનુસંધાને જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચના આધારે.

આજરોજ શ્રી આર.આર.ગોહીલ પોલીસ સબ ઇન્સ્પેકટર નેત્રંગ પોલીસ સ્ટેશન નાઓએ નેત્રંગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને પો.સ્ટે.ના નાસતા ફરતા આરોપીની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ દ્રારા ચોકકસ માહિતી મળેલ કે,નેત્રંગ પોલીસ સ્ટેશનમાં લેન્ડગ્રેબીંગના ગુનામાં વોન્ટેડ આરોપી અબ્દુલ સલીમ અહેમદભાઇ અબ્દુલ મુસ્લિમ આરબ રહે- ટાંકી ફળિયું (આમલી ફળિયું) વરખડી, તા.નેત્રંગ .જી.ભરૂચ નાઓને ચોક્કસ બાતમી આધારે ફુલવાડી ચોકડી ખાતેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નેત્રંગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-બી ૧૧૧૯૯૦૫૨૧૦૯૯૨/૨૦૨૧,ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ કલમ.૩,૪(૩), પ(ગ) મુજબના ગુનામાં અટક કરવામાં આવેલ છે.જેથી માલિકીની જમીન ઉપર ગેર કાયદેસર દબાણ કરવાવાળા ઇસમોની ધરપકડ કરવામાં આવતા લોકોએ નેત્રંગ પોલીસની સરહાનીય કામગીરી બિરદાવેલ છે.

પકડાયેલ આરોપી--

(૧) આરોપી અબ્દુલ સલીમ અહેમદભાઇ અબ્દુલ મુસ્લિમ આરબ રહે-ટાંકી ફળિયું (આમલી ફળિયું) વરખડી.તા.નેત્રગ .જી.ભરૂચ


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.