A.C.B ની ટીમ દ્વારા લખતર પો.સ્ટેશન જી.સુરેન્દ્રનગર ખાતે સફળ ટ્રેપ.
લાંચ રુશ્વત વિરોધી એકમ ( ટોલ ફ્રી-૧૦૬૪ )
ફરીયાદીઃ- એક જાગૃત નાગરીક
આરોપી:- સરદારસિંહ પ્રવિણસિંહ પરમાર ઉ.વ.૩૨ ધંધો-નોકરી, આર્મ પોલીસ કોન્સટેબલ, વર્ગ-૩, લખતર પો.સ્ટેશન જી.સુરેન્દ્રનગર રહે.વઢવાણ દાજીપરા પોસ્ટ ઓફીસ પાસે તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર
લાંચની માંગણીની રકમઃ- ૫૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમઃ- ૫૦,૦૦૦/-
લાંચની રીકવરી કરેલ રકમઃ- ૫૦,૦૦૦/-
ગુન્હાની તારીખઃ- તા. ૧૩/૧૨/૨૦૨૩
ગુન્હાની જગ્યાઃ- લખતર પોલીસ સ્ટેશન જી. સુરેન્દ્રનગર
કેસ ની વિગત :- આ કામના ફરીયાદીશ્રી ના મિત્ર ના ઘરે આ કામના આરોપીએ ઇગ્લીશ દારૂ ની રેઇડ કરેલ હોય અને ફરીયાદી ના મિત્ર હાજર નહી મળી આવતા પ્રોહીબીશન નો ગુન્હો લખતર પો.સ્ટેશન ખાતે દાખલ કરાવેલ હોય અને ફરીયાદી નુ નામ ગુન્હા મા નહી ખોલાવવાના અને ફરીયાદી ના મિત્ર ને રજુ કરાવવાના રૂ.૧,૫૦,૦૦૦/- ની માંગણી કરી રકઝક ના અંત રૂ.૬૦,૦૦૦/- આપવાનુ નકકી થયેલ જે પેટે ના રૂ.૫૦,૦૦૦/- આપી જવા ફરીયાદી ઉપર દબાણ કરતા ફરીયાદી શ્રી આપવા માંગતા ન હોય જેથી પોતાની ફરીયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી ફરીયાદી ને પોતાની ઓફીસ મા લઇ જઇ રૂ.૫૦,૦૦૦/- સ્વીકારી ઝડપાઇ જતા ગુન્હો કર્યા બાબત.
નોંધઃ- ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યાવહી હાથ ધરેલ છે.
ટ્રેપીંગ અધિકારી :-
શ્રી એચ.એમ.રાણા,
પોલીસ ઇન્સપેક્ટર,
એ.સી.બી. પો.સ્ટે. મોરબી
સુપર વિઝન અધિકારી :-
શ્રી વી.કે.પંડ્યા,
મદદનીશ નિયામકશ્રી,
એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.