આ વર્ષે લોકમેળાનો 7.50 કરોડનો વીમો
કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી લોકમેળા અમલીકરણ સમિતિની બેઠક
રાત્રે 11.30 વાગ્યે મેળામાં એન્ટ્રી બંધ કરી દેવાશે, સિક્યુરિટી સ્ટાફ પણ 100થી વધારીને 125 કરાયો
શહેરના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે આગામી તા.24થી તા.28 ઓગસ્ટ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનાર લોકમેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીમાની રકમ રૂ.5 કરોડ ઉપરથી વધારીને રૂ.7.50 કરોડ કરવાનો નિર્ણય કરાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.