અમરેલી જિલ્લા માં ગૌચર પડતર અને વન ની રક્ષિત જમીનો માં. વિન્ડોફાર્મ કંપની દ્વારા ગેરકાયદેસર પવનચક્કી સામે પૂર્વ સાંસદ ઠુંમર ની મુખ્યમંત્રી ને ફરિયાદ - At This Time

અમરેલી જિલ્લા માં ગૌચર પડતર અને વન ની રક્ષિત જમીનો માં. વિન્ડોફાર્મ કંપની દ્વારા ગેરકાયદેસર પવનચક્કી સામે પૂર્વ સાંસદ ઠુંમર ની મુખ્યમંત્રી ને ફરિયાદ


અમરેલી જિલ્લા વિન્ડોફાર્મ દ્વારા કોઈજાત ની મંજૂરી વગર ગૌચર પડતર માં પવનચક્કી  ઉભા કરવા સામે પૂર્વ સાંસદ વિરજીભાઈ  ઠુંમરે ભુપેન્દ્રભાઈ પટેલ. માન.મુખ્યમંત્રી શ્રી, (ગુ.રા.) ગાંધીનગર.લેખિત રજુઆત કરી અમરેલી જિલ્લામાં વિન્ડફાર્મ  સરકારી પડતર પશુધન ચરીયાણી ગૌચર ની જમીનમાં ગેરકાયદેસર પવનચકકી અને સાઈલા ઉભા કરવા સામે રજુઆત  અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે તંત્રની મીલીભગતથી જુદી- જુદી છટક બારીઓ દ્વારા સરકાર ની મસમોટી સબસીડીઓ મેળવી ગેરકાયદેસર રીતે પવનચકકીઓ ગૌચરની જમીન ચરીયાણ તેમજ તળાવના રસ્તાઓનો ઉપયોગ કરી વિજ પોલ લાઇનો નાખી અનેક ગેરકાયદેસરતા ચાલે છે. તે બાબતે સતત રજુઆતો કરવા છતાં સ્થાનિક તંત્રની મીલીભગતના કારણે કંપનીઓને છાવરવામાં આવતી હોય તેમ ઘણી પવનચકકીઓ ઉભી થયેલ છે આ બાબતે જુદા-જુદા પર્યાવરણ પ્રેમીઓ અને NGO દ્વારા રજુઆતો થયેલ છે પરંતુ પરિણામ શૂન્ય છે. તાજેતરમાં રક્ષિત જંગલ માં આવી ગેરકાયદેસર પવનચકકીઓને કોઈ જાતની મંજુરી સિવાય ઉભી કરી લાઇનો ઉપર જુદી-જુદી ૯ (નવ) ફરીયાદો પણ દાખલ કરવામાં આવેલ છે (જંગલ ખાતાના પત્રની નકલ સામેલ છે) પરંતુ કોઇ કારણોસર આવી કંપનીઓને છાવરવામાં આવતા હોય તેવી સતત લોકોમાં ચર્ચા થતી રહે છે અને જિલ્લામાં રોષની લાગણી ઉભી થઈ છે. હજુ આ બાબતો તપાસમાં લંબિત છે તેવા સંજોગોમાં લીલીયા ખાતે પીપાવાવ લીપ એગ્રી લોજીસ્ટીક પ્રા.લી. દ્વારા સરકારી પડતર પશુધન ચરીયાણી જમીનમાં મોટા સાઇલો ઉભા કરી નિયમને સંપુર્ણ નેવે મુકી આ અંગેની પ્રેસ કટીંગ સાથે રજુઆત કરી હતી  અમરેલી જિલ્લા એ ગુજરાત ને પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા નો જિલ્લો છે અનેક મહત્વનાં આગેવાનો આ જિલ્લો આપી ચુક્યા છે સુર્યોદય યોજના શરૂ કરવા માટે મહત્વનો ફાળો છે ભુતકાળમાં સરકારની સુકી ખેતી આ જિલ્લાને એક મહત્વના ખેડુતોને બંજર જમીનમાંથી ફળદ્રુપ બનાવીને નંબર વન બન્યો છે તે તમામ બાબતોને ધ્યાને રાખી આપના લેવલેથી ગંભીરતા દાખવી તટસ્થ તપાસ થવા આ પત્રથી રજુઆત કરી રહ્યો છું.તેમ ઠુંમરે જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.