નવાગામમાં પુત્રી સાથેના પ્રેમસબંધનો ખાર રાખી મુસ્લિમ યુવાને પાડોશીના મકાનમાં તોડફોડ કરી - At This Time

નવાગામમાં પુત્રી સાથેના પ્રેમસબંધનો ખાર રાખી મુસ્લિમ યુવાને પાડોશીના મકાનમાં તોડફોડ કરી


કુવાડવા રોડ પર આવેલા નવાગામ સરકારી ક્વાર્ટરમાં પુત્રી સાથે પ્રેમસબંધ ધરાવતા પાડોશીના મકાનમાં યુવતીના પિતાએ તેના સાગરીતો સાથે મળી મકાનમાં તોડફોડ કરી રૂપિયા બે લાખનું નુકસાન કર્યું હતું અને આ સમગ્ર બનાવવા અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસે ત્રણ શખ્સોને પકડી લેવા કવાયત શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ, નવાગામમાં આવેલા સરકારી કોટર નંબર.2465 માં રહેતા મનીષભાઈ રામજીભાઈ પીલુકીયા(કોળી)નામના 43 વર્ષે ફરિયાદમાં તેમના પાડોશમાં જ રહેતા સાજલો તેમજ તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સો સામે કલમ 447,427 અને 114 મુજબ બી ડિવિઝન પોલીસમાં ગુન્હો નોંધાયો છે. મનીષભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે મજૂરી કામ કરે છે.પોતાના પુત્રને પાડોશીમાં રહેતી યુવતી સાથે પ્રેમ સબંધ હતો.
આ બાબતે યુવતીના પિતાને જાણ થઈ જતા તેનો ખાર રાખી બંને પરિવાર વચ્ચે પખવાડિયા પૂર્વે માથાકૂટ થઈ હતી
અને ત્યારબાદ માથાકૂટ વધે નહીં માટે મનીષભાઈ અને તેમને પરિવાર પોતાનું મકાન બંધ કરી બીજા મકાને પાંજરાપોળ ખાતે જતા રહ્યા હતા.ત્યારે ગઈકાલે મોડી રાત્રે તેઓને માલુમ પડ્યું કે, પોતાના બંધ મકાનમાં યુવતીના પિતા જેનું નામ સાજલો છે તેમણે તોડફોડ કરી છે.જેથી નવાગામે આવેલા મકાને પહોંચી તપાસ કરતા મકાનમાં અંદાજીત રૂ.2 લાખનું નુકશાન થયું હતું અને મનીષભાઈએ આક્ષેપ કર્યો હતો કે મકાનમાં રહેલા સોનાના દાગીના પણ આરોપીઓ લઈ ગયા છે.જેથી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.