સાબરકાંઠા જીલ્લાના-: હિંમતનગર શહેરમાં ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણા ધિરધાર નો ધંધો કરતા ત્રણ ઇસમોને પાસા હેઠળ અટકાયત કરી
સાબરકાંઠા જીલ્લાના-:
હિંમતનગર શહેરમાં ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણા ધિરધાર નો ધંધો કરતા ત્રણ ઇસમોને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા,રાજકોટ,અમરેલી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા........
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
જિલ્લામાં-: પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલાનાઓએ સાબરકાંઠા જિલ્લામાં લોકો પાસે ઉંચા વ્યાજે નાણા ધિરધારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી લોકોને ઉંચા વ્યાજે પૈસા આપી પૈસા તથા વ્યાજ પરત મળી જવા છતાં ફરીયાદી સાહેદોના ઘરે જઇ પૈસા બાકી છે,તેવુ જણાવી પૈસાની વારંવાર ઉઘરાણી કરી પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લોકોમાં ભયનો માહોલ ફેલાવી જાહેર વ્યવસ્થા અને સમાજની સુખ શાંતિ માટે પડકારરૂપ હોય તેઓના વિરૂધ્ધમાં હિંમતનગર બી.ડિવી.પોલીસ સ્ટેશન તથા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે મનીલેન્ડર્સ એક્ટ મુજબ અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ..
જેથી આ ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ અટકાયતી પગલાં લેવાના આદેશ મુજબ એ.જી.રાઠોડ સાહેબ પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.નાઓએ ગેરકાયદેસર રીતે નાણા ધીરધારની અસમાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધમાં પાસા હેઠળની દરખાસ્ત કરી પોલીસ અધિક્ષકશ્રીના મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી સાબરકાંઠા હિંમતનગરનાઓ તરફ મોકલી આપતાં તેઓશ્રી દ્રારા નીચે આપેલ નામ ત્રણેય ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતાં ઉપરોક્ત ત્રણેય ઇસમોને તા.૨૬/૦૫/૨૦૨૩ ના રોજ પાસા હેઠળ અટકાયત કરી હુકમ મુજબ પકડાયેલ આરોપીઓ જેમાં હૃર્ષ ઉર્ફે અક્કુભાઇ નથુભાઇ દેસાઇ રહે.બ્રહ્માણીનગર મહેતાપુરા હિંમતનગર જી.સાબરકાંઠાનાને મધ્યસ્થ જેલ,અમરેલી,સુરજસિંહ દિલીપસિંહ પરમાર રહે.મહેતાપુરા હિંમતનગરની.સાબરકાંઠાનાને મધ્યસ્થ જેલ,રાજકોટ,હિરેનકુમાર ઉર્ફે દશુભાઇ નથુભાઇ રબારી રહે.રાધેગોવિંદ ફાર્મ મહેતાપુરા હિંમતનગર જી.સાબરકાંઠાનાને મધ્યસ્થ જેલ,વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.
આબીદઅલી ભુરા,સાબરકાંઠા*.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.