બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ગીર સોમનાથ જીલ્લા પોલીસ’’ - At This Time

બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ગીર સોમનાથ જીલ્લા પોલીસ’’


બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ગીર સોમનાથ જીલ્લા પોલીસ’’

ગુન્હાની ટુંક હકીકતઃ- આ કામે હકીકત એવી છે કે ગઇ તા.૨૮/૦૭/૨૦૨૨ ના રોજ વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૪૩૧/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૩૭૬, ૫૦૪, ૫૦૬(૨) ,૫૦૭, ૧૧૪ તથા ફોજદારી કાયદા (સુધારા) અધિનિયમ -૨૦૧૩ ની કલમ ૩૭૬(૨)(એન)* મુજબનો ગુન્હો રજી. થયેલ અને આ કામે ટુંક હકીકત એવી છે કે આ કામના *આરોપી નં.(૧) હરેશ ધાનાભાઇ ગળચર વેરાવળ આર.એફ.ઓ.રહે વેરાવળ* વાળાએ ફરીયાદી બહેન તેમના સબંધીને ફોરેસ્ટ ખાતાના કેસમાં જામીન ઉપર છોડાવવા ગયેલ ત્યારે ઓળખાણ કરી મોબાઇલ નંબર મેળવી તેમના સબંધીના કેસમાં મદદ કરવાની લાલચ આપી સબંધ કેળવી ફરીયાદી સાથે શરીર સબંધ બાંધી તેમના પતિ તથા દિકરાને મારી નાખવાની ધમકી આપી અવાર-નવાર તેમની ઓફીસએ તથા ક્વાર્ટરએ વારંવાર શરીર સબંધ બાંધી તેમજ આરોપી નં.૧ હરેશ દાનાભાઇ ગળચર વેરાવળ આર.એફ.ઓ.રહે વેરાવળ વાળાએ ફરિ.ના પતિને ભુંડી ગાળો આપી તેમજ મોબાઇલ ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી આપી અને આરોપી નં.(૨) દાનીશ અલીમહમદ પંજા વેરાવળ ફોરેસ્ટ ખાતાનો ડ્રાઇવર રહે વેરાવળ મફતીયાપરા વાળા તથા (૩)રાજુ ગળચર ૧૦૮ એમ્બ્યુલન્સનો ડ્રાઇવર રહે વેરાવળ નાઓએ ફરીયાદીને તેડવા તથા મુકવા જવામાં મદદગારી કરી ગુનો કરેલ હોય જે બાબતે ઉપરોકત રજી.નંબર તથા કલમ મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ.
જે અનુસંધાને જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી મનીન્દર પ્રતાપસીંગ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ* નાઓએ આવા ગંભીર પ્રકારના ગુનાના આરોપીઓને તાત્કાલિક પકડી પાડી ધોરણસર કાયદાકીય કાર્યવાહી કરવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને *એસ.ઓ.જી. શાખા ગીર સોમનાથના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.મારૂ તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ વંશ તથા નરવણસિંહ ગોહેલ તથા લખમણભાઇ મેતા તથા વિજયભાઇ બોરખતરીયા* નાઓએ વેરાવળ શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન એસ.ઓ.જી. શાખા ગીર સોમનાથના *પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.મારૂ* નાઓને મળેલ બાતમી હકીકત આધારે આ કામના *આરોપી નં.(૧) હરેશ ધાનાભાઇ ગળચર વેરાવળ આર.એફ.ઓ.રહે વેરાવળ* વાળાઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી સદરહુ ગુનાના કામે અટક કરવા સારૂ વેરાવળ સીટી પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે. અને આ ગુન્હાના કામેના પકડવાના *આરોપી નં.(૨) દાનીશ અલીમહમદ પંજા વેરાવળ ફોરેસ્ટ ખાતાનો ડ્રાઇવર રહે વેરાવળ મફતીયાપરા તથા નં.(૩) રાજુ ગળચર ૧૦૮ એમ્બ્યુલન્સનો ડ્રાઇવર રહે વેરાવળ* વાળાઓને પકડી પાડવા વેરાવળ સીટી પો.સ્ટે. ના સ્ટાફ દ્રારા તજવીજ હાથ ધરેલ છે.

કામગીરી કરનાર ટીમઃ- એસ.ઓ.જી. શાખા ગીર સોમનાથના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.મારૂ તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ વંશ તથા નરવણસિંહ ગોહેલ તથા લખમણભાઇ મેતા તથા વિજયભાઇ બોરખતરીયા નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.