જામનગર ખાતે ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત ઝોન તથા મહાનગરપાલીકા કક્ષાની કબડ્ડી, રસ્સા ખેંચ, વોલિબોલ તથા ખો-ખો રમતની સ્પર્ધાઓ યોજાઈ - At This Time

જામનગર ખાતે ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત ઝોન તથા મહાનગરપાલીકા કક્ષાની કબડ્ડી, રસ્સા ખેંચ, વોલિબોલ તથા ખો-ખો રમતની સ્પર્ધાઓ યોજાઈ


અં.૧૪, ૧૭ તથા ઓપન એઇજ ગૃપમાં પાંચ હજારથી વધુ ભાઈઓ-બહેનોએ સહભાગી થઈ કૌવત દાખવ્યું

ગુજરાત રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત ઝોનકક્ષા અને મહાનગરપાલીકાકક્ષાની કબડ્ડિ, રસ્સા ખેંચ, વોલિબોલ તથા ખો-ખો રમતની સ્પર્ધાઓ યોજાઈ હતી. ઓશવાળ ઈંગ્લિશ એકેડમી જામનગર ખાતે જિલ્લા રમત ગમત અધિકારી જામનગર શહેર દ્વારા કરાયેલ આયોજનમાં કબડ્ડિમાં અં. ૧૪, ૧૭, ઓપન એઇજ ગૃપમાં ૧,૦૩૨ ભાઇઓ અને ૫૮૮ બહેનો એમ કુલ ૧,૬૨૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. રસ્સા ખેંચમાં અં.૧૭, ઓપન એઇજ ગૃપ, ૪૦ તેમજ ૬૦ વર્ષથી ઉપરના ભાઈઓ-બહેનોની સ્પર્ધામાં ૪૦૬ ભાઇઓ અને ૩૩૩ બહેનો એમ કુલ ૭૩૯ ખેલાડીઓએ ભાગ લીધો હતો જ્યારે અં. ૧૪, ૧૭, ઓપન એઇજ ગૃપની ખો-ખો સ્પર્ધામાં ૧,૦૯૨ ભાઇઓ અને ૯૨૪ બહેનો એમ કુલ ૨,૦૧૬ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો.જ્યારે શ્રી સત્ય સાંઈ વિદ્યાલય જામનગર ખાતે યોજાયેલ વોલિબોલની અં. ૧૪, ૧૭, ઓપન એઇજ ગૃપમાં ૭૯૨ ભાઇઓ અને ૩૯૬ બહેનો એમ કુલ ૧,૧૮૮ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખેલ મહાકુંભમાં સહભાગી બન્યા હતા.

ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત ઝોન કક્ષા અને મહાનગરપાલીકા કક્ષાએ દરેક વયજૂથ અને કેટેગરીમાં વિજેતા થયેલાં ખેલાડીઓ ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ ની રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે અને વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ટીમને ઇનામ રૂપે રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાશે તેમ જિલ્લા રમત-ગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી જામનગર દ્વારા જણાવાયું છે.

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image