150 ફૂટ રિંગ રોડથી મોરબી રોડ જવાનો રસ્તો માધાપર ચોકડીએ બંધ કરાશે, બંને તરફનો ટ્રાફિક ડાબી બાજુ જઈ યૂ-ટર્ન લઈ શકશે
માર્ગ અને મકાન વિભાગે સાઈનેઝ લગાવી દીધા, ટ્રાયલ લેવાઈ ગઈ, પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર સંયુક્ત બેઠક કરી તારીખ નક્કી કરશે
મોરબી રોડથી જામનગર જતા ટ્રાફિક માટે ડિવાઈડર તોડવા માટે મંજૂરી આવી ગઈ, ટૂંક સમયમાં એઈમ્સ રોડથી વાહનો પસાર થઇ શકશે
રાજકોટમાં માધાપર ચોકડીએ વિશાળ ફ્લાય ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, બંને તરફથી કામ ચાલુ કર્યા બાદ હવે બંને છેડાને ચોકડીએ જોડવાનુ કામ બાકી રહ્યું છે અને તે માટે ચોક બંધ કરવો ફરજિયાત બની રહે છે તે મામલે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને માર્ગ અને મકાન વિભાગ વચ્ચે સંયુક્ત બેઠક કરીને ત્રણથી ચાર દિવસમાં જ ચોક બંધ કરીને કામ ચાલુ કરી દેવાશે જોકે આખો ચોક બંધ કરી ચારે બાજુના ટ્રાફિકને પરેશાન કરવાને બદલે ફક્ત 150 ફૂટ રિંગ રોડ અને મોરબી રોડ વચ્ચેના ટ્રાફિક અટકાવાશે આ સિવાય જામનગર રોડ તરફ બંને તરફથી વાહન વ્યવહાર ચાલુ જ રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.