ગીર સોમનાથ જિલ્લાના ઞીર ગઢડા ઉના કોડીનાર તાલુકામાં ધીમીધારે ક્યાંક વધુ વરસાદ પડતાં મગફળી કપાસ સોયાબીન જેવા વાવેતરને મોટું નુકસાન ખેડૂતોને પાક નિષ્ફળનું વળતર આપવા સરકાર પાસે ખેડૂતોએ કરી માંઞ
તા:12 ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા કોડીનાર ઉના જેવા ત્રણેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ધિમીધારે ક્યાંક જોરદાર વરસાદ પડતા ખેડૂતોના ખેતીવાડી પાકમાં મોટું નુકસાન અત્યારે ખેડૂતોની બેહાલત દેખાઈ રહી છે વાવેતરમાં પણ મસ-મોટુ નુકસાન પણ દેખાઈ રહ્યું છે હાલ ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઉભા પાકને મોટું નુકસાન થવાની સંભાવના પણ દેખાઈ રહી છે અત્યારે મગફળીમાં ઝેરી પાણી લાગવાથી સુકો આવવાથી મગફળી પણ સુકાઈ રહી છે આ ઝેરી પાણી લાઞવાથી કપાસ પણ સુકાતો જોવા મળે છે અને સોયાબીનને પણ નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા દેખાઈ રહી છે
ત્યારબાદ તાવતૈ વાવાઝોડાને આજે 1 વર્ષ ઉપર થવા છતાં પણ તંત્ર અને સરકારની ઘોર બેદરકારીનાં કારણે અનેક ખેડૂતો જેમાં ગીર ગઢડા અને ઉના તાલુકાના ખેડૂતોને આજ સુધી સહાય પણ મળી નથી જેમાં કોડીનાર તાલુકાને આ સહાયથી બાકાત કરવામાં આવ્યો હતો અને અનેક ખેડૂતોને અન્યાય થયો હતો ત્યાં ફરી આ બીજી જોરદાર થપ્પડથી સતત 12 દિવસથી પડતાં વરસાદથી ખેડૂતો પાઇમાલ થતો જોવા મળે છે એ પણ એક ખેડૂતોમાં ચિંતા દેખાઈ રહી છે ખેડૂતોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આવા મોંઘા ભાવના બિયારણોનું વાવેતર કરી અને હાલ ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હોય તો ખેડૂતોને ખેતરમાં નિંદામણ કરવાં માટે ખેતીમાં આવક કરતા ખર્ચ વધારે થશે એ પણ ચિંતા ખેડૂતોમાં દેખાઈ રહી છે
અત્યારે ખરેખર ખેડૂતોની હાલત જો આ ચોમાસાનો પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને જીવવું પણ હરામ થઈ જાય એવી પરિસ્થિતિ હાલ અત્યારે ખેડૂતોમાં દેખાઈ રહી છે આજે 12 દિવસથી સતત ધીમીધારે વરસાદ પડતા અને કુવા પણ છલકાઈ ગયા છે અને ખેતરોમાં પાણી ભરાતા આ ઝેરી પાણીથી પાકને પણ ઘણું નુકસાન થવાની સંભાવના પણ દેખાઈ રહી છે જેથી કરીને રાજ્ય સરકાર સર્વે ટીમ દ્વારા અને તંત્ર દ્વારા સર્વે કરીને ખેડૂતોને પાક નિષ્ફળની સહાય પેકેજ જાહેર કરે એવું પણ ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે ખરેખર રાજ્ય સરકાર 2022ની ચૂંટણીને ધ્યાનમાં લઈને ગિરસોમનાથ જિલ્લાના ખેડૂતોને પાક નિષ્ફળની સહાય મળશે કે નહીં ??? એવું પણ ખેડૂતોમાં સર્ચાઇ રહ્યું છે આજ ખેડૂતોની હાલત આ વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે ત્યારે પાક નિષ્ફળની ખેડૂતોએ માંગ કરી છે
પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ઞીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.