આધારકાર્ડમાં જન્મ તારીખ સુધારા માટે પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ અને લીવીંગ સર્ટીનો રાષ્ટ્રિય સુચિ હેઠળ સમાવવા કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીને રજુઆત કરતા રાજય મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
નરૅશ ચૉહલીયા દ્રારા જસદણ
આધારકાર્ડમાં જન્મ તારીખ સુધારા માટે પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ અને લીવીંગ સર્ટીનો રાષ્ટ્રિય સુચિ હેઠળ સમાવવા કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીને રજુઆત કરતા રાજય મંત્રી કુંવરજીભાઈ બાવળીયા.
જસદણ આધારકાર્ડ અપડેટ કરવા માટે સહાયક દસ્તાવેજોની માન્ય સુચિત મુજબ જન્મ તારીખના પુરાવા માટે છ પુરાવાઓ માન્ય રાખવાની જોગવાઈ છે જેની રાષ્ટ્રિય સુચિમાં સુધારો કરવા માટે રાજયના પાણી પુરવઠા અને જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કેન્દ્રીય ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વીની વૈશ્નવ અને મુખ્યમંત્રી ભીપૅન્દ્વ પટૅલ ને રજુઆત કરી છે.
આધારકાર્ડ અપડેટ કરવા માટે છ પુરાવાઓ માન્ય રાખવાની જોગવાઈ છે જેમાં (૧) ભારતીય પાસપોર્ટ (૨) કેન્દ્ર/રાજય સરકાર/ પીએસયુ/ નિયમનકારી સંસ્થાઓ/વૈધાનિક સંસ્થાઓ દ્વારા જાહેર કરાયેલ ઓળખકાર્ડ (૩) પેન્શનર/સ્વતંત્રસેનાની ઓળખકાર્ડ (૪) માન્યતાપ્રાપ્ત શિક્ષણ બોર્ડ/યુનિ.દ્વારા જાહેર કરાયેલ માર્કશીટ/ પ્રમાણપત્ર (૫) ટ્રાન્સજેન્ડર ઓળખકાર્ડ/પ્રમાણપત્ર (૬) જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ ૧૯૬૯ હેઠળ અધિકૃત સતાધિકારી દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય મંત્રીને રજુઆત કરતા રાજય મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે, વિધાનસભા મત વિસ્તાર ઉપરાંત રાજકોટ/સૌરાષ્ટ્ર/ અને રાજયના જુદા જુદા જીલ્લાઓના પ્રવાસ દરમ્યાન થતી રજુઅત મુજબ માન્યતા યાદી મુજબના છ પુરાવાઓ ધરાવતા ન હોય તેવા અનેક કિસ્સાઓમાં નાગરિકોને જન્મ તારીખ અપડેટ કરવામાં મુશ્કેલી પડે છે આધાર-પાનકાર્ડ અપડેટ ન થવાના કારણે બેંક સહિતના અન્ય ખાતાઓ સ્થગિત કરવાના કિસ્સાઓમાં સતત વધારો થતો જાય છે.
UIDAI ની વેબસાઈટ અને દર્શાવેલ માર્ગદર્શિકા મુજબ કોઈ વ્યકિત જન્મ તારીખ જાણતી ન હોય તો તેમને ફક્ત વય (ઉમર) સુચવવા કહેવાય છે નોંધણી સોફટવેરમાં વય (ઉમર)ને કેપ્ચર કરીને જન્મના વર્ષની ગણત્રી કરવાની જોગવાઈ છે તેમજ જન્મ તારીખ અંગેનો દસ્તાવેજી પુરાવા વગર જન્મની તારીખ ઘોષિત કરે છે તો જન્મની તારીખે "ડિકલેર્ડ" ગણાય છે અને દરેક વ્યકિતના બાયોમેટ્રીકસ સાથે વિગતો લીંક કરાયેલ હોય વિજ્ઞાનિક રીતે તેની વય(ઉમર)ની ઓળખ કરવી સરળ બને છે.
જન્મ તારીખમાં સુધારા-વધારા કરવા માટે લોકોને પડતી મુશ્કેલીઓ સરળતાથી હલ કરી શકાય તેવા હેતુસર વધારાના પુરાવો જેવા કે, (૧) પાનકાડ (૨) ડ્રાઈવીંગ લાયસન્સ અને (૩) લીંગસર્ટીને જન્મ તારીખના પુરાવા તરીકે સરકારની દરેક સંસ્થાઓમાં પુરાવા તરીકે માન્ય રાખવામાં આવે છે ત્યારે માન્ય છ પુરાવાઓને જન્મ તારીખના પુરાવાઓને ધ્યાને લઈ આધારકાર્ડમાં જન્મ તારીખના પુરાવાઓ તરીકે માન્ય રાખવાની સાથે વધારાના ત્રણ (૧) પાનકાર્ડ (૨) ડ્રાઈવીંગ લાયસન્સ અને (૩) શાળા છોડ્યાનું સર્ટીફીકેટને જન્મ તારીખના પુરાવાને સહાયક દસ્તાવેજોની રાષ્ટ્રિય રીતે માન્ય સુચિ હેઠળ સમાવેશ કરવા રજુઆતમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.