લખતર ન્યાયકોર્ટમાં વર્ષની બીજી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું - At This Time

લખતર ન્યાયકોર્ટમાં વર્ષની બીજી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું


લખતર ન્યાયકોર્ટમાં વર્ષની બીજી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુંસ્થાનકી કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે હેતુથી લોક અદાલતનું આયોજન કરવામાં આવે છેગુજરાતમાં પ્રથમ લોક અદાલત 1982 માં ઉના જી.જૂનાગઢમાં યોજવામાં આવી હતી તે વખતે સામાન્ય સમજણ એવી હતી કે કોર્ટની બહાર લોકોની વચ્ચે અને લોકો દ્વારા કોઈપણ કેસનો નિકાલ લાવવામાં આવે તે લોક અદાલત પરિણામે અદાલતોથી ત્રાસેલા લોકો લોક અદાલતમાં ટોળે વળવા લાગ્યા અદાલતોમાં ન્યાયાધીશ પણ જ્યાં સમાધાનની શકયતા હોય ત્યાં સમાધાન કરાવતા અને પક્ષકારોની સહીઓ લઈ ચુકાદા આપતા લોક અદાલતનો પવન જેમ વધતો ગયો તેમ તેમાં અકસ્માત લગ્નજીવન દારૂ જુગાર મારામારી ઝગડા બેંક માંથી લોન લઈ નહિ ભરવા પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલ કેસ સહિતના કેસ લોક અદાલતમાં ફાળવવામાં આવ્યા આમ વર્ષોથી વિલંબમાં પડેલ કેસનો ઝડપી અને બિન ખર્ચાળ નિકાલ કરવામાં આવે છે વળી લોક અદાલતના ચુકાદાને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે આ બધા કારણોસર લોક અદાલત આકર્ષણનું કેન્દ્ર બની છે આમ ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી લોક અદાલતની પ્રવૃતિએ કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર દેશમાં વ્યાપી ગઈ છે આજેય લોક અદાલત ક્ષેત્રે ગુજરાત મોખરે છે અને સર્વત્ર એનો દાખલો દેવામાં આવે છે તેમજ તેની પ્રવૃત્તિ નિહાળવા ભારતભરના ન્યાયાધીશ અને કાયદા સાથે સંકળાયેલ અધિકારી ગુજરાતમાં આવે છે વર્ષની બીજી લોક અદાલતનું આયોજન ન્યાયકોર્ટમાં કરવામાં આવતા મોટી સંખ્યામાં લખતર તાલુકાના કેસનો સુખદ નિકાલ લાવવામાં આવ્યો હતો

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.