કાલે વિછીયામાં મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને વિછીયા પોલીસ છાવણીમાં ફેરવાયું તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ અપાયો આગેવાન નરૅશ ચૉહલીયાઍ સ્થળ મુલાકાત કરી - At This Time

કાલે વિછીયામાં મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને વિછીયા પોલીસ છાવણીમાં ફેરવાયું તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ અપાયો આગેવાન નરૅશ ચૉહલીયાઍ સ્થળ મુલાકાત કરી


સાંજના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા ઉધોગપતિ હિરેનભાઈ સાકરીયા, પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી, ભાવેશભાઈ વેકરીયા, અશ્વિનભાઈ સાકરીયા સહિતના આગેવાનો સ્થળની વિઝીટ કરશે

વિછીયા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ સામેના ગ્રાઉન્ડમાં કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના અબજો રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમને લઈને વિછીયા માર્કેટિંગ યાર્ડ સામેનું ગ્રાઉન્ડ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું ચકલું પણ ફરકી ના શકે તેવી ઝડબૅ સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રાંત અધિકારી જસદણ, મામલતદાર રાજ્યગુરુ, જસદણ પીઆઇ તપનભાઇ જાની, જસદણ ચીફ ઓફિસર રાજુભાઈ શેખ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળ ઉપર મોટો ડોમ અને સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જે સ્થળનું નિરીક્ષણ નગરપાલિકાના પૂર્વ જાગૃત નગર સેવક અને પૂર્વ માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર તેમજ સામાજિક કાર્યકર નરેશભાઈ ચોહલિયાએ સ્થળની વિઝીટ કરી હતી. વિશાળ સમયાણો વિશાળ પાર્કિંગ તેમજ તમામ સુવિધાઓથી સજ કાર્યક્રમને આખરી ઑપ અપાઈ રહ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને ઉતરવા માટે અમરાપુર શ્રી શૈક્ષણિક સંકુલની સામેના મેદાનમાં હેલીપેડ બનાવવામાં આવ્યું છે તેની પણ મુલાકાત લીધી હતી. આ સમયે સામાજિક અગ્રણી નરેશભાઇ ચોહલીયા સાથે ધીરૂભાઇ ચૌહાણ ( ડી. બી) બોટાદ, જગાભાઈ સુસરા મોટા દડવા, ખેંગારભાઈ સુસરા, રાયધનભાઈ રાઠોડ સહિતના આગેવાનો સાથે રહ્યા હતા. અને સાંજે ધારાસભ્ય અને રાજ્ય સરકારના જાગૃત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ગાંધીનગરથી પહોંચી જશે તેવો પણ સ્થળનું નિરીક્ષણ કરશે સાથે ઉધોગપતિ હિરેનભાઈ સાકરીયા, પુર્વનગરપતિ ધીરૂભાઇ ભાયાણી તથા તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, વિછીયા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાકરીયા, જસદણ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી સહિતના આગેવાનો સાથે રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.