નવજાત શિશુ પારણું,બાળકો માટે માનવીય સંવેદનાને ઉજાગર કરતી પહેલ - At This Time

નવજાત શિશુ પારણું,બાળકો માટે માનવીય સંવેદનાને ઉજાગર કરતી પહેલ


નવજાત શિશુ પારણું,બાળકો માટે માનવીય સંવેદનાને ઉજાગર કરતી પહેલ

સમાજમાંથી ક્યારેક નવજાત શિશુઓને જ્યાં ત્યાં અવાવરું જગ્યાએ ત્યજી દેવામાં આવતા હોય છે.આ બાળકોને બચાવવા મુશ્કેલ હોય છે.જેથી મિશન વાત્સલ્ય યોજના ભારત સરકાર અંતર્ગત એક નવી પહેલ કરીને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બોટાદ દ્વારા સોનાવાલા હોસ્પિટલ ખાતે પારણાં પોઈન્ટ ઉભુ કરવામાં આવ્યુ છે.આ પારણું નવજાત શિશુને ત્યજી દેતા બાળકો માટે છત્રછાયા બનશે.જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના ઉમદા અભિગમ સાથે પારણાં ઘર તૈયાર કરવામાં આવ્યું છે.ત્યારે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ પારણાં પોઈન્ટનો શુભારંભ કરીને લોકોને સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે માતા-પિતા કે વાલીઓ દ્વારા નવજાત શિશુને ન રાખવા ઇચ્છતા હોય,લાચાર,મજબૂર હોય અને પોતે બાળકને કાયમી ત્યજી દેવા માંગતા હોય તો વિના સંકોચે બાળકને આ પારણાંમાં મૂકી શકે જેથી સરકારના વિભાગો દ્વારા બાળકને બચાવી લઈ આગળ બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે દત્તક આપીને તેના જીવનમાં ઉમંગ ભરવાનું કામ કરવામાં આવશે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.