પાંચાળની દીકરી સરહદની સંત્રી બની - At This Time

પાંચાળની દીકરી સરહદની સંત્રી બની


વિંછીયા તાલુકાના પીપરડી ગામની કોળી સમાજની દિકરીએ આર્મી ની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પાંચાળની ધન્ય ધરા પીપરડી (આ-ખા) ગામે પધારતા " વતનકે રખવાલે સ્વાગત સન્માન સમારોહ અને ભવ્ય રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો.
પાંચાળનું ખમીર અને કોળી સમાજનુ અણમોલ રતન પીપરડી ( આ-ખા ) ગામનું ગૌરવ ખેડૂત પરિવારની દિકરી રીંકલબેન લાલજીભાઈ કુમારખાણીએ ઇન્ડિયન આર્મીમાં સિલેક્ટ થઈ હતી બાદ આર્મીની તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતા વીર વીરાંગનાને વધાવવા પીપરડી ગામેં હજારો લોકો ઉમટી પડ્યાં હતાં અને ડીજે ના તાલે લોકો ઝુમી ઉઠ્યાં હતાં,ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારાથી વાતાવરણ દેશ ભક્તિમય બન્યું હતું થોરીયાળી ચોકડી થી પીપરડી ગામ સુધી બે કિલોમીટર લાંબી રેલીમાં પાંચાળ પ્રદેશના સર્વે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સામાજિક સમરસતાના દર્શન થયા હતા રેલીનું ઠેર ઠેર ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું, સ્વાગત સન્માન સમારોહના આયોજક પાંચાળ વિકાસ બોર્ડ અને વિછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ રીંકલબેનને ભારત માતાની છબી ગિફ્ટ મોમેન્ટો અને શાલ ઓઢાડી દિવ્ય અને ભવ્ય સન્માન કર્યું હતું અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાનાર તમામ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓનો આ તકે સૌનો વિનોદભાઈ વાલાણીએ આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.